BREAKING NEWS

વાંકાનેરમાં આજથી ત્રિદિવસીય કામા અશ્વ શો રમતોત્સવ

  • December 26, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશુપાલન ખાતુ  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજયના સહયોગથી કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન–ગુજરાત દ્રારા અશ્વ શો ૨૦૨૫–૨૬ રણજીત વિલાસ પેલેસ ગાઉન્ડ, ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે, વાંકાનેર ખાતે તા.૨૬થી ૨૮ ડિસેમ્બર સુધી આયોજિત કરેલ છે. સને ૧૯૯૪માં વાંકાનેર અમરસિંહ હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નામદાર મહારાણા રાજસાહેબ ડો.દિગ્વિજયસિંહ ઝાલા સાહેબના પ્રમુખ સ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન થયેલ હતુ. ત્યાર બાદ વર્ષ ૨૦૨૫ માં તેમની સ્મૃતીમાં ૧૭ મો કામા અશ્વ મહોત્સવ નામદાર મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહ ઝાલા (રાજયસભા સાંસદ)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ આયોજનમાં પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કામા અશ્વ શોનું ભવ્ય ઉધ્ઘાટન કરવામાં આવશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બીજા દિવસે રાયપાલ દેવવ્રત આચાર્ય અને તા.૨૮ ના સમાપનના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખાસ ઉપસ્થિત રહેશે. કોરોના બાદ રાય સરકાર દ્રારા યોજાતો પ્રથમ સૌથી મોટો કામા અશ્વ શો છે. અને પ્રથમ વાર ૩૦૦ જેટલા અશ્વ વિવિધ કરતબ દેખાડશે.
રાજયકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાત રાજયના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે.તા.૨૫ના રોજ ભવ્ય અશ્વ પ્રદશન અને નગરયાત્રા સમય સાંજે ૩.૩૦ કલાકે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગેા પર નીકળી હતી. તા.૨૬ના રોજ કામા અશ્વ શોના ભવ્ય ઉદઘાટન સમારોહ સવારે ૮.૩૦ કલાકે ૧૭મો કામા અશ્વઅશ્વી જીતુભાઈ વાઘાણી (પશુપાલન વિભાગ) કેસરીદેવસિંહજી (રાજયસભા સાંસદ) તેમજ સાંસદો, ધારાસભ્યઓ, જગ્યાધારી સંતો મહંતો અનેક સંસ્થાના પ્રમુખો, ઉધોગપતીઓ, અને વિશાળ સંખ્યામાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની હાજરીમાં યોજાશે. ૩૧ વર્ષ બાદ વાંકાનેરમાં ભવ્ય અશ્વ શો યોજાઈ રહ્યો છે. કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.અશ્વ શો સ્પર્ધા તા.૨૬૨૭૨૮ના રોજ સવારે ૮.૩૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ૨૭ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ભવ્ય લોકડાયરો ધોળેશ્વર મહાદેવ મંદિર (મેળાના ગ્રાઉન્ડ રાખેલ છે) જેમા ગુજરાતના નામંકીત કલાકારોમાં અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયાબેન વાધેલા, આદિત્ય ખડીયા, અનવર મીર દ્રારા ભવ્ય લોકડાયરો યોજાશે. તા.૨૮ ઈનામ વિતરણ મહાનભુવાઓના હસ્તે થશે તથા સમાપન કાર્યક્રમ સાંજે ૪.૦૦ કલાકે યોજાશે. ૩૦૦ જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે. આ ઉપરાંત અશ્વની ખરીદીમાં રસ ધરાવતા લોકો માટે ખાસ ડિસ્પ્લે રાખવામાં આવશે

ત્રણ દિવસ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો
તા. ૨૬ ડિસેમ્બર શુક્રવાર
સવારે ૯–૧૫થી ૧૦–૩૦ વાગ્યા સુધી: શ્રેષ્ઠ  શણગારેલ અશ્વ તથા અશ્વ સવાર
સવારે ૧૦–૩૦થી ૧–૦૦ વાગ્યા સુધી: કાઠિયાવાડી વછેરી –વછેરો મિલ્ક ટીથ
બપોરે ૨–૩૦થી ૩–૩૦ વાગ્યા સુધી: મટકી ફોડ
સાંજ ૫–૦૦થી ૬–૦૦ વાગ્યા સુધી: મારવાડી વછેરી–વછેરો
સાંજે ૬–૦૦થી ૭–૦૦ વાગ્યા સુધી: મારવાડી વછેરી–વછેરો મિલ્ક ટીથ(દૂધિયા દાંત)
તા. ૨૭ ડિસેમ્બર શનિવાર
સવારે ૬–૩૦ વાગ્યા થી શરૂ  : એન્ડયુરન્સ રેસ (૨૦ કીમી)
સવારે ૮–૩૦થી ૧૦–૩૦ વાગ્યા સુધી: ઉત્તમ સીધી ઘોડો–ઘોડી
સવારે ૧૦–૩૦થી ૧૧–૪૫ વાગ્યા સુધી: ઉત્તમ સીધી વછેરી–વછેરો મિલ્ક ટીથ
સવારે ૧૧–૪૫થી ૧–૦૦ વાગ્યા સુધી: ઉત્તમ સીધી વછેરી–વછેરો
બપોરે ૨–૩૦થી ૪–૦૦ વાગ્યા સુધી: બેરલ રેસ
બપોરે ૪–૦૦થી ૬–૩૦ વાગ્યા સુધી: રેવાલ ચાલ
૨૮ ડિસેમ્બર રવિવાર
સવારે ૮–૦૦થી ૧૧–૦૦ વાગ્યા સુધી: ઉત્તમ કાઠિયાવાડી ઘોડો–ઘોડી
સવારે ૧૧–૩૦થી ૧–૦૦ વાગ્યા સુધી: ઉત્તમ મારવાડી ઘોડો–ઘોડી






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application