BREAKING NEWS

મુરઘા ગેંગના ઝડપાયેલા સમીર ઉર્ફે સંજલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

  • February 10, 2026 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના મંગળારોડ પર સામ સામે ધાણીફૂટ ફાયરીંગ કરનાર પેંડા - મુરઘા બંને ગેંગ સામે ફાયરિંગ તેમજ ગુજસિટોક હેઠળ ગુના દાખલ કર્યા બાદ અલગ અલગ જેલમાં ધકેલી દીધા બાદ કુખ્યાત મુર્ગા ગેંગનાં મુખ્ય સુત્રધારને મહિલાનો વેશ ધારણ કરેલી હાલતમાં બુરખામાં સમીર ઉર્ફે સંજય જાવીદ જુણેજા ઉ.વ.૩૫, તેને કડીમાં એકાદ માસથી આશરો આપનાર દિલો ઉર્ફે દિલાવર મહમદ ખલીફાની પણ એસઓજી એ ધરપકડ કરી સમીર ઉર્ફે સંજલાને રિમાન્ડ અર્થે અદાલતમાં રજૂ કરતા ત્રણ દિવસ હતા રિમાન્ડ મંજૂર કર્યા હતા.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ફાયરિંગ પ્રકરણમાં મુરઘા ગેંગનાં મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે સંજલો પોલીસને હાથતાળી આપી રહ્યો હતો,તેની પાછળનું કારણ તેણે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા બાદ ત્રણ માસના અંતે એસઓજીના પીઆઈ સંજયસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સમીર ઉર્ફે સંજય કડીથી દિલો ઉર્ફે દિલાવર સાથે રાજકોટ આવતો હતો ત્યારેજ રાજકોટની ભાગોળે સમીર ઉર્ફે સંજલાને બુરખો પહેરેલ હાલતમાં સાગરીત સાથે બંનેને ઝડપી લીધા હતા.


મંગળા રોડ પર ફાયરીંગ વાળી જગ્યા લઈ જઈ રિ-કટ્રકશન કરી વધુ પુછતાછ કરી કુકડો બનાવી સાન ઠેકાણે લાવી હતી ઝડપાયેલા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ આરોપી મુરઘા ગેંગ નું મુખિયા સંજય ઉર્ફે સંજલા અને સાગરી તને અદાલત સમક્ષ રિમાન્ડ માંગણી સાથે રજૂ કરતા દિલા ઉર્ફે દિલાવરને જેલહવાલે કરવા તેમજ સંજય ઉર્ફે સંજલાના ત્રણ દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા.


સમીર ઉર્ફે સંજલા પાસે હથિયાર હોવાની આશંકાએ પૂછપરછ

રાજકોટ એસઓજીએ બુરખા સાથે ઝડપી લીધેલા જંગલેશ્વરના કુખ્યાત સમીર ઉર્ફ સંજલાના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેની પાસે વધુ હથિયારો તેમજ કાર્ટિસ્ હોવાની આશંકા હોય તેમજ કયા કયા શહેરમાં કઈ કઈ હોટલમાં આશરો મેળવ્યો હતો તે અંગે અલગ અલગ એંગલથી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application