BREAKING NEWS

મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણને ઇજા

  • November 06, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે રાત્રીના બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોને ઈજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એકની હાલત ગંભીર જણાઈ રહી છે. કાકા-ભત્રીજો અને મિત્ર નાસ્તો કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.


બનાવની મળતી વિગત મુજબ મેટોડા ગેઇટ નં-3 પાસે રહેતા રોહિત મુળજીભાઈ પરમાર(ઉ.વ.30), સાધુવાસવણી રોડ પર ગંગોત્રી ડેરીની સામે આવાસ કવાર્ટરમાં રહેતો ભત્રીજો યુવરાજ પરસોતમભાઈ પરમાર (ઉ.વ.18) તેનો બાજુમાં જ રહેતો મિત્ર વિવેક રાજુભાઈ બારૈયા (ઉ.વ.17) ત્રણેય બાઈક લઈને રાત્રીના એકાદ વાગ્યે નાસ્તો કરવા જતા હતા ત્યારે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય રોડ પર પટકાતા માથા ને શરીરના ભાગે ઈજાઓ થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકની હાલત ગંભીર જણાઈ રહી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application