BREAKING NEWS

ઉનામાં યુવાને મજાક નહીં કરવાનું કહેતા ત્રણ શખસએ હુમલો કર્યેા

  • July 13, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉના શહેરમાં ભીમપરામાં રહેતા હાર્દિક વિજયભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) ઉના પાન માવો ખાઈ મોટર સાયકલ ઉપર ઘરે આવતા હતા ત્યારે ભીમપરા માં કોળી સમાજ ના ચોરા પાસે પહોચતા આ વિસ્તારમાં રહેતા કરણ કનુભાઈ વાંજા, સાગર કનુભાઈ વાંજા, રોહિત રાઠોડ કરણ હાર્દિકની મજાક કરતો હોય હાર્દિકે મજાક કરવાની ના પાડતા તમામએ ઉશ્કેરાઈ જઈ કહેલ કે તારી મજાક તો કરશું તું થાય તે કરી લેજે તેમ કહી ઢીકાપાટુંનો માર મારી ભૂંડી ગાળો આપી કરણ એ છરી વડે અને સાગર એ હાથમાં પહેરેલ સ્ટીલના કડા વતી માર મારી માથાના આગળના ભાગે ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઉના પોલીસ સ્ટેશનમાં ત્રણે સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News