BREAKING NEWS

રવિરત્ન પાર્ક પાસે કારમાં સવાર ત્રણ શખસોનો ટીઆરબી જવાન પર ધોકા–કડા વડે હુમલો

  • July 13, 2026 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં નજીવી બાબતે મારામારીના બનાવો હવે સમાન્ય બન્યા છે ત્યારે શહેરના રવિરત્ન પાર્ક પાસે સામું જોવા બાબતે ટીઆરબી જવાનને કાર ધસી આવેલા ત્રણ શખસોએ કડા અને ધોકા વડે માર માર્યેા હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બંને શખસોની શોધખોળ શ કરી છે. ટીઆરબી જવાન પર થયેલા આ હત્પમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ભોશ્વરમાં સાધના એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા સમીર સલીમભાઈ જુણેજા (ઉ.વ.૨૫) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ટ્રાફિક બ્રિગેડમાં છેલ્લા બે માસથી નોકરી કરે છે અને સાથોસાથ છૂટક પડદા ફીટીંગનું કામ પણ કરે છે.
ગઈકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યા આસપાસ તે ઘરેથી બાઈક લઇ સેઠ હિતેશભાઈ ચાવડા (રહે પટેલ કન્યા છાત્રાલય પાસે, ગોપાલ ચોક) ખાતે તેમના ઘરે બારીના પડદા ફીટીંગનું કામ કરવાનું હોવાથી જતો હતો. દરમિયાન ચારેક વાગ્યા આસપાસ રવિ રત્ન પાર્ક શેરી નંબર ૫ પાસે પહોંચતા અંદરની શેરીમાંથી વાદળી કલરની કાર નંબર જીજે ૩ એન ૪૦૪૫ પૂરપાટ ઝડપે ધસી આવી હતી. જેથી યુવાને બાઇકને બ્રેક મારી હતી. દરમિયાન કારચાલકે કાર ઉભી રાખી યુવાનને કહ્યું હતું કે, સામ શું જોવે છે? આ બાજુ કારની પાસે આવ જેથી યુવાન ત્યાં જતા કારમાં આગળની સીટ પાસે બે વ્યકિતઓ નીચે ઉતર્યા હતા અને યુવાનને કહ્યું હતું કે, તને કઈં હવા છે? તાં બાઈક અહીં કેમ ઉભું રાખ્યું. દરમિયાન એક શખસે યુવાનને માથામાં કડુ મારી દીધું હતું તેમજ પાછળની સીટમાં બેઠેલા કાળા કલરનો શર્ટ પહેરેલા શખસે ધોકો કાઢી યુવાન પર ધોકા વડે હત્પમલો કર્યેા હતો. યુવાન પાસેથી તેનો મોબાઇલ નંબર માંગી કહ્યું હતું કે, બીજી વાર કયાંય ભેગો ન થતો નહીંતર જાનથી મારી નાખીશ અને ખોટા કેસમાં ફીટ કરી નાખીશ. ત્યારબાદ યુવાન અહીંથી બાઇક લઈને આગળ જતો રહ્યો હતો ત્યાં તેના સેઠ ઉભા હોય તેની પાસે જઈ બનાવની વાત કરી હતી અને બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application