BREAKING NEWS

મુરઘા ગેંગના વધુ ત્રણ અને પેંડાગેંગનો એક આરોપી પકડાયો, પાંચેયને દોરડે બાંધી રિ-કન્ટ્રક્શન કરાવ્યું, બે હાથ જોડી માફી મંગાવી, જુઓ તસવીરો

  • November 21, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં નામચીન પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ધાણીફૂટ સામસામે ફાયરિંગ બાદ બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા મુરઘા ગેગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતની ત્રિપુટીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવી એક આરોપીને સાથે રાખી ઉત્તર પ્રદેશ માં ટીમ એસઓજી દોડી ગઈ હતી જ્યાંથી આ ગેંગને હથિયાર આપનાર બે સાગરીતોને ઝડપી લીધા હતા તેમ જ પેંડા ગેગના વધુ એક સાગરિત ની ધરપકડ કરી પાંચેય આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગ ના બનાવ બાદ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી પેંડાગેંગ અને મુરઘા ગેંગના ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા, શાહનવાજ અબ્દુલ્લા ધાડા, અને સોહીલ ચાનિયાને ગઈકાલે રાજકોટમાંથી ઝડપી લીધા બાદ ધરપકડ કરવામાં આવી હતી.


ઝડપાયેલા આરોપીઓને પોલીસની સ્ટાઇલમાં ખુદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા એ ટ્રીટમેન્ટ આપી મુરઘાઓને કાયદાનું ભાન કરાવ્યા બાદરિમાન્ડ પર રહેલ શાહનવાજને વધુ તપાસ અર્થે પીએસઆઇ ઘાસુરા અને ટીમ ઉત્તર પ્રદેશ તપાસરથી આરોપીને લઈને ગઈ હતી.


જ્યાં એસઓજી બ્રાન્ચે વેશપલટો કરી મુરઘા ગેંગને હથિયાર સપ્લાય કરનાર અને બનાવ બાદ ઉત્તર પ્રદેશ નાસી છૂટેલા વધુ બે આરોપીને ઝડપી રાજકોટ લવાયા હતા. તો બીજી તરફ લક્ષ્મી વાળી વિસ્તારમાંથી પેંડા ગેંગના એક આરોપી નીતિન ગઢવીને ઝડપી લેવાયો હતો. આ ઝડપાયેલા વધુ ચાર આરોપી તેમજ રિમાન્ડ પર રહેલા શાહ નવાજ સહિત પાંચે આરોપીનું મંગળા રોડ ઘટના સ્થળે રિ-કન્ટ્રક્શન કરાવી હાથ જોડાવી માફી મંગાવી હતી.


ઉત્તર પ્રદેશમાં વેશ પલટો કરી વધુ બે આરોપી એસઓજીએ પકડ્યા

એસઓજી પી આઇ એસ એમ જાડેજાની સૂચનાથી પીએસઆઇ ઘાસુરા અને ટીમે ઉત્તરપ્રદેશથી વેશ પલટો કરી મુરઘાગેંગને હથિયાર સપ્લાય કરનાર બન્ને આરોપી સલમાન નનકે ફકીર રહે ગામ સોનપૂરવા થાના હરૈયા જિલ્લો બાલારામપુર, અને ઇસરાકઅલી ઉર્ફે પુતન અબ્દુલ મનાર શાહ રહે ગામ દરજીપુરવા તાલુકો પ્રયાગપુર થાના વિશેશ્વરગંજ જિલ્લો બહેરાઇચને તેમજ પેંડા ગેંગના નીતિનદાન ગઢવીને લક્ષ્મીવાડી માંથી ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News