સુપ્રીમમાં ગુજરાતના ચીફ જસ્ટીસ સહિત ત્રણ નવા જજની નિમણુક
સુપ્રીમમાં ગુજરાતના ચીફ જસ્ટીસ સહિત ત્રણ નવા જજની નિમણુક
October 06, 2026 02:14 PM
પેન્ડીંગ કેસ ઉકેલવામાં ઝડપ લાવી શકાય તે હેતુથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. આ નિમણૂકોથી સુપ્રીમ કોર્ટમાં સેવા આપતા ન્યાયાધીશોની સંખ્યા વધીને ૩૭ થશે, જે મંજૂર ૩૮ થી માત્ર એક ઓછી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા નિમણૂકોની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અપરેશ કુમાર સિંહને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે