રાજકોટની ભાગોળે બામણબોર ચેક પોસ્ટ એરપોર્ટ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન દા ભરેલી કાર ઝડપી લઇ સુરત ફાયર વિભાગના કર્મચારી સહીત ત્રણ શખ્સોને ઝડપી લઇ દાનો જથ્થો અને કાર મળી કુલ .૨.૬૪ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો.
ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરતા દા સુરત ફાયર વિભાગનો કર્મચારી ભાયલાલ વાઘેલા સહિતના વીરનગરથી દા ભરી રાજકોટ અને શાપર ડિલિવરી કરવા જતા હોવાની કેફિયત આપતા પોલીસે સપ્લાયર અને રાજકોટ–શાપરના શખસોની શોધખોળ હાથ ધરી છે.
પ્રા વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ તરેટિયાની સૂચનાથી ટ્રાફીક શાખના હેડ કોન્સ. સોહીલભાઈ ચૌહાણ અને કોન્સ.જોગેશભાઈ ઠાકરીયા બામણબોર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની ફરજ પર હોય દરમ્યાન પસાર થતી જીજે–૧૧–સીકયુ–૦૦૫૩ નંબરની સ્વીફટ કાર અટકાવી કારમાં સવાર શખ્સોનાં નામ પૂછતાં પોતાનું નામ ભાયલાલ પરશોતમ વાઘેલા (ઉ.વ.૩૩, ધંધો. નોકરી, ફાયર વિભાગ રહે–સુરત,મૂળ રહે. જેજરીગામ,સુરેન્દ્રનગર) અન્યોએ પોતાના નામ નીતેશ પ્રેમજીભાઈ બગડા (રહે,કાલાવાડ રોડ વૃંદાવન સોસાયટી શેરી નં.૦૨ એ.જી.ચોક પાસે, રાજકોટ, મુળ રહે. શેઠવડાળા,તા. જામજોધપુર), ત્રીજાનું નામ મહેશ ઉર્ફે મનીષ પરશોતમભાઈ પરમાર (ધંધો, રિક્ષા ડ્રાઇવીંગ રહે. મેટોડા જી.આઈ.ડી.સી. ગેઇટ નં.૦૩, મુળ રહે. ચારણીયા, તા.જેતપુર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારની તલાસી લેતા પાછળ સીટ તથા ડેકીમાં પુઠાના બોકસ જોવા મળતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૩૨ બોટલ મળી આવતાં દા, કાર અને મોબાઈલ મળી કુલ .૨.૬૪ લાખના મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. પોલીસની પુછપરછમાં આ દા વિરનગરના બુટલેગર પાસેથી ભર્યેા હતો અને રાજકોટ અને શાપરમાં ડિલિવરી કરવા માટે નીકળ્યા હોવાની કબૂલાત આપતા ત્રણેય સામે ગુનો નોંધી વીરનગરના બુટલેગર અને શાપર તેમજ રાજકોટના શખ્સોની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application