પોરબંદર નજીક રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુન્હો દાખલ થયો હતો જેમાં પોલીસે ઉપલેટાના રાજપરા ગામે રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ શખ્શોને જામનગર જિલ્લાના બજરંગપુર ગામેથી પકડી પાડયા છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપેલ હોય. જે અનુસંધાને ઇન્ચાર્જ રાણાવાવ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સીધા માર્ગદર્શન મુજબ તા. ૨૧-૧૨-૨૦૨૫ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનમા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ તથા પોકસો કલમ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી નું આ કામના આરોપી કરણ લખમણભાઇ સિહોરા ઉ.વ. ૧૯, રહે. રાજપરા ગામ, તા. ઉપલેટા, જિ. રાજકોટવાળાએ અપહરણ કરેલ હોય જે ગુન્હાની તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા કરતા હોય અને રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ઉપરોકત ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે ઉપરોકત ગુન્હાના નાસતા ફરતા આરોપી કરણ લખમણભાઇ સિંહોરા ઉ.વ. ૧૯, રહે. રાજપરા ગામ, તા. ઉપલેટા, જી. રાજકોટ તથા ભોગ બનનારની તપાસમાં સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસના આધારે આ કામના આરોપી તથા ભોગબનનાર બજરંગપુર ગામ, તા.જી. જામનગર ખાતે હોવાનુ જાણવા મળેલ જેથી ત્યાં જઇ તપાસ કરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી આરોપીને ભોગબનનારનું અપહરણ કરવામાં મદદ કરનાર સંદીપ રવજીભાઇ લુદરીયા ઉ.વ.૩૪ રહે. રાજપરા ગામ, તા. ઉપલેટા, જિ. રાજકોટવાળા તથા આરોપી તથા ભોગ બનાર પોલીસ પાસે પકડાય નહી તેમાટે અલગ અલગ જગ્યાઓએ આરોપી તથા ભોગ બનનારનેે સાથે લઇ જનાર લખમણભાઇ બાબુભાઇ સીંહોરા ઉ.વ. ૪૮ રહે. રાજપરા ગામ તા ઉપલેટા જી. રાજકોટવાળાઓને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં રાણાવાવ પી.આઇ. એન. એન. તળવાીયા તથા પી.એસ.આઇ. આર.વી. મોરી તથા એ.એસ.આઇ. આર.એસ. ઓડેદરા,, આર.બી. ડાંગર તથા હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, એસ.આર. કરંગીયા, પોલીસ કોન્સ્ટેબલ સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ તથા લમણ મેભાઇ વગેરે રોકાયેલા હતા.