BREAKING NEWS

અમરેલીમાં યુવતીના ભાઈ સહિત ત્રણનો યુવકના પરિવાર ઉપર હુમલો

  • October 23, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીમાં યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં યુવકના પરિવાર યુવતીના ભાઈ સહીત ત્રણ શખ્સોએ છરી, લાકડી અને પથ્થરના ઘા મારી હુમલો  કરવામાં આવતા દંપતી અને બાળકીને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પડોશી શખસ સહીત ત્રણ સામે અમરેલી સીટી પોલીસે ગુનો નોંધ્યો છે.બનાવની મળતી વિગત મુજબ અમરેલીમાં રોકડીયાપરામાં શનિદેવના મંદિર વાળી શેરીમાં રહેતા બાલુભાઈ ગીગાભાઈ મેર (ઉ.વ.૫૬)ના આધેડ તેમના પત્ની આશાબેન (ઉ.વ.૫૦) અને ભાણેજ નવ્યા (ઉ.વ.૭) ત્રણેય ફળિયામાં સુતા હતા ત્યારે પડોશમાં રહેતો જય ઉર્ફે કાળુ કીશોરભાઈ તલસાણીયા અને તેની સાથેના ત્રણ શખ્સો ઘરની વંડી ઠેકી અંદર ઘુસી જઈ આધેડને માથાના ભાગે પાઇપ મારી છરી અને લાકડી વડે હત્પમલો કરતા આધેડને લોહી નીકળવા લાગ્યું હતું. પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારમાર્યેા હતો. હત્પમલો કરતી વખતે જય બોલતો હતો કે, આજે તો તને પતાવી જ દેવો છે, દેકારો થતા ચારેય જતા જતા વંડી ઉપરથી ઈંટના ઘા કર્યા હતા જેમાંથી એક ઘા આધેડના હતો અને બીજો ઘા સાત વર્ષની ભાણેજને લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. જતા જતા જયે ધમકી આપી હતી કે, તારા દીકરાને કેજે મારી બહેનને મૂકી જાય નહિતર બધાને પતાવી દેવા છે. આધેડ અને બાળકીને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. બનાવ અંગે અમરેલી પોલીસે આધેડની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application