મોરબીના બરવાળા ગામ નજીક પુરપાટ જતા ડમ્પર ચાલકે બોલેરોને ટક્કર મારતા બોલેરોમાં સવાર શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ સહીત ત્રણ વ્યક્તિના મોત યા હતા તેમજ અન્ય સગા સંબંધીઓને ઈજા પહોંચી હતી જે અકસ્માતના બનાવ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ મકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના પીપળી ગામે ભાડાની ઓરડીમાં રહેતા સહાદરભાઈ રૂમાલભાઈ મોહનીયા (ઉ.વ.૩૫) વાળાએ ડમ્પર જીજે ૨૬ ટી ૪૮૭૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેમજ તેના સભા ભાઈઓ તા પત્ની અને અન્ય સગા સંબંધિઓને બોલેરો જીપ એમપી ૩૦ સી ૪૪૧૮ વાળીમાં બેસાડી જતા હતા ત્યારે મોરબીના બરવાળા ગામ નજીક નવલખી રોડ પર ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર ટ્રક રોંગ સાઈડ ચલાવી બોલેરો જીપ સામે અડાવી અકસ્માત કર્યો હતો.
જે અકસ્માતમાં ફરિયાદીના બે ભાઈ મહેન્દ્ર રૂમાલ મોહનીયા (ઉ.વ.૪૩) અને દિનેશ રૂમાલ મોહનીયા (ઉ.વ.૨૭) તેમજ ફરિયાદીના બનેવી શંકર પુનસિંગ અજ્નાર (ઉ.વ.૩૬) વાળાને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યા હતા તેમજ બોલેરોમાં સવાર મહિલાઓ સહીત અન્ય ૯ને નાની મોટી ઈજા પહોંચાડી ડમ્પર સ્ળ પર મૂકી ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application