શહેરના લાતી પ્લોટ રોડ ઉપર લાકડાના ગોડાઉનની દીવાલ ધરાશાયી થતા વાહનમાં જઈ રહેલા ત્રણ વ્યકિત દબાતા ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જયારે વાહનોનો કચ્ચરઘાણ નીકળતા નુકશાન થયું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટિમ પણ દોડી ગઈ હતી.
પ્રા વિગત મુજબ આજે સવારે લાતી પ્લોટ રોડ ઉપરના ગોડાઉનની દીવાલ ધડાકાભેર તૂટી પડતા ત્યાંથી પસાર થતી બાઈક અને છોટા હાથી ઉપર પડતા બાઇકમાં સવાર વસંતભાઈ આત્મારામભાઈ ઠક્કર (ઉ.વ.૫૫–રહેમોરબી રોડ સત્યમ પાર્ક શેરી ન.ં ૩) અને છોટાહાથીમાં સવાર જયરાજ મહેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨–રહે–લાતી પ્લોટ શેરી નં.૧૦) અને એઝાઝ ભીખુભાઈ આરવ (ઉ.વ.૨૩–રહે– ભગવતિ મોર્ડન સ્કૂલ પાસે) ત્રણેય દટાયા હતા. બનાવના પગલે આસપાસના વેપારીઓ સહિતના લોકો દોડી ગયા હતા અને ૧૦૮ને ફોન કરી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં વસંતભાઈને વધુ ઇજા હોવાનું જાણવા મળ્યું છે. દીવાલ પડવાથી બે બગી, બાઈક, આઇસર અને છોટાહાથીનો કચ્ચરઘાણ થતા નુકશાન થયું હતું. બનાવના પગલે પોલીસે દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી. થોડીવાર માટે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech