BREAKING NEWS

વિદેશીદા‚ સહિત અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ ધકેલાયા

  • November 27, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 અસામાજિક ગુંડા તત્વો અને  વિદેશી  દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ શહેરના બે જ્યારે પાલીતાણાનો એક મળી કુલ ત્રણ શખ્સોની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પાલીતાણા રૂરલ પોલીસે  પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલ હવાલે કર્યા હતા. 
પોલીસ મહાનિરીક્ષક  ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને  પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય દ્વારા  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તેમજ  ભાવનગર જિલ્લાના થાણા અધિકારીઓને વિદેશી દારૂ, મિલ્કત સંબંધી અને  શરીરસંબંધી ગુન્હાઓને લગતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ શખ્સો વિરૂધ્ધ દરખાસ્ત કરી  પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવી  હતી. 
જે સૂચના હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પેરોલ ફર્લો સ્કવોડ તેમજ  પાલીતાણા રૂરલ પોલીસ  દ્રારા અગાઉ વિદેશી  દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિ તેમજ  શરીર સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ અને અસામાજિક ગુંડા તત્વોના લીસ્ટમાં રહેલ શખ્સો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ  તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે  જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા  પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પ્રોહિ. બુટલેગર્સ  નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઇ બારોટ (ઉ.વ.૩૯ રહે.પ્લોટ નંબર-૨૮ શિવ સાગર સોસાયટી-૦૨, ટોપ થ્રી સર્કલ થી તરસમીયા રોડ, ભાવનગર)ની પાસા વોરંટના આધારે અટકાયત કરી ખાસ જેલ, ભુજ હવાલે કર્યો હતો. 
જયારે  કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી (ઉ.વ.૨૯ રહે.પ્લોટ નં.૪૬/ડી,૫૦-વારિયા, ભગવાનેશ્વર મંદીર પાછળ, રજપુતવાડા, સુભાષનગર, ભાવનગર, હાલ રહે.રૂમ નં.૩૦૬, પ્રધાનમંત્રી આવાસ, ૨૫-વારીયા, લીલાઉડાન સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ભાવનગરને મધ્યસ્થ જેલ,રાજકોટ હવાલે કર્યો હતો.
તેમજ પાલીતાણા રૂરલ પોલીસ  દ્વારા અસામાજિક ગુંડા તત્ત્વ લીસ્ટમાં સામેલ  બુટલેગર્સ રાહુલ ભરતભાઇ ચુડાસમા (ઉ.વ.૨૫ રહે.મફતનગર, ખેડુતવાસ,મેલડીમાંની ધાર, ભાવનગર)ની પાસા વોરંટના આધારે અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ, વડોદરાને હવાલે કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application