જામનગરમાં તાલાબ કોલોની સિકકા ગામે સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. ચેકીંગ અધિકારી દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરતા આ કામના આરોપીઓ આમીન નુરમામદ ભગાડ, અસગર નુરમામદ ભગાડ, સલીમ નુરમામલ ભગાડના રહેણાંક મકાનમાં ચેકીંગ કરતાં તેઓ કાયદેસરના ગ્રાહક હોવા છતાં તેઓ દ્વારા મીટર બાયપાસ કરી ગેરકાયદેસર રીતે ડાયરેકટ પાવરચોરી કરતાં પકડાયેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી આમીન નુરમામદ ભગાડ, અસગર નુરમામદ ભગાડ, સલીમ નુરમામલ ભગાડને પુરવણી બીલ આપવામાં આવેલ હતા.
જેનો કેસ ઈન્ડીયન ઈલેકટ્રીસીટીની એકટની કલમ - ૧૩૫ અન્વયે જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ. આમીન નુરમામદ ભગાડ, અસગર નુરમામદ ભગાડ, સલીમ નુરમામલ ભગાડ વિરૂધ્ધ એફ.આઈ.આર. નોંધી અને ચાર્જશીટ કરવામાં આવેલ હતુ, ત્યારબાદ આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા પ્રોસી, દ્વારા ૮ સાહેદ તપાસવામાં આવેલ તેમજ ૨૧ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ.
જે કેસ ચાલી જતાં પી.જી.વી.સી.એલ. પેનલ એડવોકેટ વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા હાજર થઈ દલીલો કરવામાં આવેલ આ અંગે દલીલ કરતાં સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીઓ આમીન નુરમામદ ભગાડ, અસગર નુરમામદ ભગાડ, સલીમ નુરમામલ ભગાડને કેસમાં ૨ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ . ૧,૦૦૦ દંડ અને પી.જી.વી.સી.એલ. ને વળતર તરીકે રૂ. ૬૦,૦૦૦ દિન - ૩૦ માં કોર્ટમાં જમા કરાવવાનું ફરમાવેલ છે.
આ કેસમાં પી.જી.વી.સી.એલ. તરફે વકીલ રાજેશ કે વસીયર તથા સરકાર તરફે ડી. આર. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.