બેડી નજીક લૂંટના ઇરાદે બંધુ ઉપર ત્રણ લુખ્ખાઓનો પાઇપથી હુમલો: પગ ભાંગી નાખ્યા
બેડી નજીક લૂંટના ઇરાદે બંધુ ઉપર ત્રણ લુખ્ખાઓનો પાઇપથી હુમલો: પગ ભાંગી નાખ્યા
May 01, 2025 03:34 PM
કુવાડવા ગામે માસીસાઈ ભાઈના લગ્નના માંડવાના દાંડિયામાંથી ઘરે જઈ રહેલા બંધુઓ બેડી નજીક ભગવતીપરા તરફ જવાના રસ્તે લઘુશંકા કરવા ઉભા હતા ત્યારે ઍક્સેસમાં આવેલા ત્રણ શખ્સોએ જે કાંઈ હોય એ આપી દેવાનું કહી પાઇપથી આડેધડ મારમારી બંનેના પગ ભાગી નાખતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘવાયેલા યુવકએ પોતાનો સાડા ત્રણ તોલાનો ચેઇન લૂંટી ગયાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા જેલ પાછળ 53 ક્વાર્ટરમાં રહેતા અને સોની બજારમાં મોમાઈ પાન નામની દુકાન ધરાવતા અમિત કિશોરભાઈ સોલંકી (ઉ.વ.28) અને તેનો નાનો ભાઈ સુનિલ (ઉ.વ.24) બંને બુલેટ લઈ કુવાડવાથી ઘરે જતા હતા ત્યારે બેડી નજીક ભગવતી પરા તરફ જવાના રસ્તે લઘુશંકા કરવા બુલેટ ઉભું રાખ્યું હોય દરમિયાન એક્સેસમાં આવેલા ત્રણ અજાણ્યા શખસો જે એક બીજાના નામ જાવલો, લખન અને અશ્વિન બોલાવતા હતા આ ત્રણેય શખ્સોએ આવી જે કાંઈ હોય એ આપી દેવાનું કહેતા બંનેભાઈઓએ કાંઈ ન હોવાનું કહી તિરસ્કાર કરતા ત્રણેય શખ્સોએ પાઇપ વડે બંને ભાઈઓને આડેધડ મારમારી નાસી ગયા હતા. ઘવાયેલા યુવકએ ફોન કરી પિતાને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બંને યુવકોમાં અમિતના બંને પગમાં અને સુનીલના એક પગમાં ફેક્ચર હોવાનું નિદાન થતા દાખલ કરવામાં આવ્યા હતા. અમિતએ પોતાનો સાડા ત્રણ તોલાનો ચેન લૂંટી ગયાનું આક્ષેપ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવક કુવાડવા ગામે માસીયાઈ ભાઈ રોહિતના લગ્ન હોવાથી રાત્રીના માંડવા અને દાંડિયા રાખ્યા હતા ત્યાં ગયા હતા અને ત્યાંથી રાત્રે અઢી વાગ્યે ઘરે પરત ફરતી વખતે બનાવ બન્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.