BREAKING NEWS

થાનગઢ રેલવે સ્ટેશન પાસે ૭.૭૨ લાખના પોશ ડોડાના જથ્થા સાથે માતા–પુત્ર સહિત ત્રણ ઝબ્બે

  • June 22, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થાનગઢ રેલવે સ્ટેશન પાસેથી એન્ટી નાર્કેાટિકસ ટાસ્ક ફોર્સની ટીમે . ૭. ૭૨ લાખના પોશ ડોડાના જથ્થા સાથે માતા–પુત્ર સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. મધ્યપ્રદેશના માતા–પુત્ર અહીં પોશ ડોડાનો જથ્થો થાનગઢના શખસને આપવા માટે આવ્યા હતા. દરમિયાન પોલીસે તેને ઝડપી લીધા હતા. નશાના આ કારોબારમાં ઝડપાયેલ મહિલાનો પતિ મુખ્ય સપ્લાયર હોય તેમજ થાનગઢના આણંદપરમાં રહેતા શખસે આ માલ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, એન્ટી નાર્કેાટિક ટાસ્ક ફોર્સના પી.આઈ જે.જે. ચૌહાણની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.એમ. મહેતા, એમ.એચ. ચૌહાણ એએસઆઈ સુભાષભાઈ ડાંગર, હેડ કોન્સ્ટેબલ ભૂમિકાબેન દાણીધારીયા, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે, થાનગઢ રેલવે સ્ટેશન પાસે પોશ ડોડવાના મોટા જથ્થાની હેરફેર થઈ રહી છે જેથી આ બાતમીના આધારે ટીમ તાકીદે થાનગઢ રેલવે સ્ટેશન પહોંચી હતી.
અહીં રેલવે સ્ટેશન નજીક મસાણી મેલડી માતાના મંદિર પાસે લમી એન્ટરપ્રાઇઝ નામની બધં શટ્ટરવાળી દુકાન પાસેથી પોલીસે ત્રણ શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. બાદમાં પોલીસે તેમની પાસે રહેલ સામાન તપાસ કરતા તેમાંથી પિયા ૭,૭૨,૫૦૦ ની કિંમતનો ૫૧ કિલો ૫૦૦ ગ્રામ ગેરકાયદે પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થના આ જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેની પૂછતા જ કરતા તેના નામ રાહત્પલ દાલસિંગ પારગી (ઉ.વ. ૨૧), પુષ્પા દાલસિંગ પારગી (ઉ.વ. ૪૫ રહે. બંને મેઘપર, જિ. જાંબુવા,મધ્યપ્રદેશ) અને ખીમા વાલજીભાઈ સાપરા (ઉ.વ. ૫૪ રહે. ગુંદાળા તા. વાંકાનેર) હોવાનું જણાવ્યું હતું પોલીસે માદક પદાર્થનો આ જથ્થો બે મોબાઈલ અને રેલવેની ટિકિટ સહિત . ૭.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, પોશ ડોડાના જથ્થા સાથે ઝડપાયેલ માતા–પુત્ર રાહત્પલ પારગી અને પુષ્પા પારગીનો પતિ દાલસિંગ પારગી મુખ્ય સપ્લાયર છે તે રાજસ્થાનથી પોશ ડોડાનો જથ્થો અહીં સપ્લાય કરવા માટે આપ્યો હતો. યારે આ માધક પદાર્થનો જથ્થો મંગાવનાર તરીકે થાનગઢના આણંદપરમાં રહેતા સોમાનું નામ ખુલ્યું છે સોમાએ તેના બે માણસો વાલજી સાપરા અને વિનુને આ માલ લેવા માટે મોકલ્યા હતા. વિનુ ઇકો કાર લેવા ગયો હતો દરમિયાન અહીં પોલીસને જોતા તે નાસી ગયો હતો. જેથી આ અંગે પીઆઇ જે.જે. ચૌહાણની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ થાનગઢ પોલીસ ચલાવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application