અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત, આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી 

  • May 04, 2025 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમદાવાદ આજે વહેલી સવારથી કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે. જેમાં સીધું ભવન રોડ, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે.



બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application