BREAKING NEWS

જિલ્લામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે 1,642 અધિકારી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

  • December 30, 2025 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી 31 ડિસેમ્બર ની ઉજવણી માટે તડામાર તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં બે આયોજન યોજાઈ રહ્યા હોય તે અંગે રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા 31 ડિસેમ્બર સંદર્ભે ત્રણ દિવસ સુધી જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત જાળવવામાં આવશે તેમજ થર્ટી ફર્સ્ટ સંદર્ભે 1,642 જેટલા અધિકારી અને જવાનો નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્લાનિંગ સાથે થર્ટી ફર્સ્ટ પાર્ટી નું આયોજન બે સ્થળે જિલ્લામાં યોજાનાર છે જેમાં સિક્યુરિટી ને ધ્યાને રાખી રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ ની સૂચનાથી જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ત્રણ દિવસ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાઉન્ડ ક્લોક પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે.

આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1,642 અધિકારી અને જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ત્રણ એસપી, ત્રણ ડીવાયએસપી, 27 પીઆઇ 42 પીએસઆઇ 620 પોલીસ જવાનો 700 ટીઆરબી 250 હોમગાર્ડ જવાનો ઉપરાંત પોલીસ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે.

થર્ટી ફર્સ્ટ સંદર્ભે યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ મહિલા પોલીસની સી ટીમ ખાનગી ડ્રેસમાં કાર્યરત રહેશે એમ જ છેડતી કે રોમિયોગીરી કરનાર આવારા તત્વોને જાહેરમાં જ કાયદાનું ભાન કરાવી સીન નાખવામાં આવશે આ ઉપરાંત આયોજન સ્થળ તેમજ શંકાસ્પદ જણાતા સ્થળો પર નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી પોલીસ સતત વોચ રાખશે જાહેર માર્ગો તેમજ આયોજન સ્થળ પર ડ્રગ ટેસ્ટિંગ કીટ તેમજ બ્રેથ એનેલાઇઝર સાથે નશો કરેલા વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવશે.


જિલ્લામાં ત્રણ દિવસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ

રેન્જ આઈ જી ની સૂચનાથી જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા 31 ડિસેમ્બર સંદર્ભે રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાઉન્ડ ક્લોક પોલીસ પેટ્રોલિંગનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે આ દરમિયાન પોલીસ બ્રેથ એનેલાઇઝર, તેમજ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ, અને નાઈટ વિઝન ડ્રોન કેમેરા સાથે જાહેર માર્ગો અને આયોજન સ્થળ પર સતત બાઝ નજર રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application