BREAKING NEWS

હારેલી મેચ જીત્યા... તિલક વર્માએ જણાવ્યો ન્યુઝીલેન્ડ સામે શું હતો પ્લાન? જાણો શું કહ્યું?

  • October 24, 2026 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે આજે ટી-20ની પાંચ મેચની સિરીઝમાં બીજી મેચમાં ન્યુઝીલેન્ડની ચાર વિકેટથી હરાવ્યું હતું. તિલક વર્માએ 26 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 51 રન ફટકાર્યા, જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ટીમ ઈન્ડિયાએ ક્રાઈસ્ટચર્ચમાં યજમાન ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. 180 રનનો પીછો કરતી વખતે, ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં જીત માટે 46 રનની જરૂર હતી. છ વિકેટ પડી ગઈ હતી. તિલક વર્મા 13 બોલમાં 17 અને નીતિશ રેડ્ડી 9 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યા હતા. ત્યારબાદ તિલકએ તોફાન મચાવ્યું, પોતાની અડધી સદી ફટકારી અને એક બોલ વહેલા ભારતની જીત સુનિશ્ચિત કરી. વિજય પછી, તિલકે રનચેઝ કરવા માટેની પોતાનો પ્લાન જાહેર કર્યો હતો.


મેચ પછીની પ્રેઝન્ટેશનમાં, તિલકને પૂછવામાં આવ્યું કે પીછો કરતી વખતે પાંચ વિકેટ ગુમાવ્યા પછી તેમની માનસિકતા શું હતી. તિલકે જવાબ આપ્યો, તે સમયે, હું ફક્ત અંત સુધી રમવાનું વિચારી રહ્યો હતો. આજની મેચ પહેલા, હું કોચ ગૌતમ સર અને સીતાંશુ કોટક સર સાથે વાત કરી રહ્યો હતો. વાતચીત દરમિયાન, તેમણે કંઈક એવું કહ્યું જેમાં આપણે બધા માનીએ છીએ, અને આખું ભારત પણ તમારામાં વિશ્વાસ રાખે છે. જો તમે અંત સુધી રહ્યા, તો તમે અમારા માટે મેચ જીતી જશો. મારા મનમાં ફક્ત એ જ વાત ચાલી રહી હતી.


મારી જાત પર ગર્વ છે

તિલકે આગળ કહ્યું, હું રમતને શક્ય તેટલી અંત સુધી લઈ જવા માંગતો હતો અને અંતે બધાની અપેક્ષા બરાબર એ જ હતી. તેથી જ મને મારી જાત પર ગર્વ છે.


નમન ધીર સાથેની તેની ભાગીદારી વિશે તિલકે શું કહ્યું?

તિલકે કહ્યું, હું નમનને કહી રહ્યો હતો કે અમે અંતમાં ત્યાં હોઈશું. પાછલી મેચ કરતા આજે વિકેટ થોડી ધીમી હતી, તેથી મેં નમનને કહ્યું કે જ્યારે સ્પિનરો બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે આપણે રન માટે વધુ ઝડપથી દોડવું જોઈએ. તે અમારી યોજના હતી અને અમે તે જ કર્યું. કમનસીબે નમન મિશેલ સેન્ટનરની છેલ્લી ઓવરમાં આઉટ થઈ ગયો. નહિંતર, મને લાગે છે કે અમે 18મી ઓવરમાં મેચ પૂરી કરી હોત. શ્રેય પણ નમનને જાય છે; તેણે ખૂબ સારી બેટિંગ કરી. તે પછી, હૈદરાબાદના છોકરાઓ (નીતીશ રેડ્ડી અને મેં) આજે શાનદાર પ્રદર્શન કર્યું, અને અમે ખૂબ ખુશ છીએ કે અમે મેચને વિજય સુધી પહોંચાડી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application