BREAKING NEWS

રાજકોટ ડિવિઝનના મુસાફરો ધ્યાન આપે...125 ટ્રેનના સમયમાં 1 જાન્યુ.થી થશે ફેરફાર, જુઓ લિસ્ટ

  • December 28, 2025 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેન નિર્ધારિત સમય કરતા 1થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે.


આ ટ્રેન મોડી ઉપડશે

જ્યારે માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ અને માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 27 મિનિટ વહેલા ઉપડશે. આજ રીતે પોરબંદર-રાજકોટ લોકલ, ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ, ઓખા-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ અને પોરબંદર-રાજકોટ લોકલ નિર્ધારિત સમય કરતા 5-5 મિનિટ મોડી ઉપડશે.


આ ટ્રેનો વહેલી ઉપડશે

રાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં જણાવ્યા મુજબ મડગાંવ- હાપા એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો, તિરુવનંતપુરમ- વેરાવળ એકસપ્રેસ, એર્નાકુલમ- ઓખા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ- જામનગર હમસફર, રાજકોટ- વેરાવળ લોકલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલા ઉપડશે. જયારે રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ, પુરી-ઓખા એક્સપ્રેસ, દેહરાદુન-ઓખા, ઉતરાંચલ એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-પોરબંદર એકસપ્રેસ, વેરાવળ-રાજકોટ લોકલ અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10 થી 20 મીનિટ વહેલા ઉપડશે.


આ સ્ટેશનોમાં આવતી-જતી ટ્રેનના સમયમાં ફેરફાર

રાજકોટ ડિવિઝનમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, મુસાફરોએ ટાઈમ-ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139 નંબર અથવા www.r.indianrailways.gov. in પર વિગતો ચકાસી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application