દ્વારકામાં પૂર્વ સૈનિકો, હોમગાર્ડઝના કર્મચારીઓ સહિતના નગરશ્રેષ્ઠીઓ જોડાયા: ખંભાળીયાના વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરીને નગર ગેઇટ પાસે પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની ત્રણેય પાંખ દ્વારા પાકિસ્તાન પર હુમલો કરીને આતંકવ દીઓના અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો છે. ત્યારે દેશના સશસ્ત્ર દળોના માન અને સન્માનમાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા તથા દ્વારકા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા નગરપાલિકા ગાર્ડનથી શ થઈ અને નગરગેઇટ, શારદા સિનેમા રોડ, રોકડીયા હનુમાન જોધપુર ગેઇટ સહિતના વિસ્તારોમાં ફરીને આ તિરંગા યાત્રા નગર ગેઇટ ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં એક્સ આર્મીમેન, ગામના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો, વેપારીઓ સહિતનાઓ જોડાયા હતા.આ ઉપરાંત દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી રાજકીય આગેવાનો, સરપંચ પ્રવીણભાઈ માયાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દ્વારકા શહેરમાં સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકોના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રા હોમગાર્ડઝ ચોકથી શ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શહેર ભાજપ પ્રમુખ કિશનભાઇ વાયડા, વિજયભાઇ બુજડ, પરેશભાઇ જાખરીયા, રવિભાઇ બારાઇ, નિવૃત સૈનિક મંડળના પાત્રમલભા સહિતના નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.દેશભક્તિની ભાવના સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની હાજરી નોંધપાત્ર રહી હતી.