BREAKING NEWS

રાજકોટના માલિયાસણમાં સજોડે આપઘાત પ્રકરણમાં બે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યાનું ખુલ્યું

  • November 22, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના માલિયાસણ ગામે છ દિવસ પૂર્વે યુવક અને તેની સાળીના સજોડે ગળાફાંસો ખાઇ ભેદી આપઘાત ના બનાવવામાં મૃતક પાસેથી મળી આવેલ સ્યુસાઈડ નોટમાં ચોકાવનારી હકીકતો સામે આવી છે જેમાં વ્યાજખોરના ત્રાસ તેમજ ટ્રકના બાકી પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળી અને સાળીએ ગંભીર બીમારીના કારણે પગલું ભરી લીધાનો ઉલ્લેખ કરેલ સ્યુસાઈડ નોટ મળી આવતાં તેના આધારે બે વ્યાજખોર સામે કૂવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ તાજેતરમાં માલિયાસણ ગામે રાજકોટમાં રહેતા બે પરણીત આધેડ ના સજોડે આ ઘટના બનાવવામાં ચોકાવનારી હકીકતો સુસાઇડ નોટ ના આધારે સામે આવી હતી જેમાં મૃતક મનિષની પિતરાઈ સાળી કાંતાબેન રાઠોડ કે જેને ગંભીર બીમારી હોય તે પણ કંટાળી ગઈ હતી. જ્યારે મનિષ લક્ષ્મણભાઈ વઘેરા લેણદારોના ત્રાસથી કંટાળ્યો હોય તેણે આપઘાત કરી લેવાનું વિચારી કાંતાબેનને વાત કરતા કાંતાબેને પોતે પણ આપઘાત કરવાની તૈયારી દર્શાવતા આખરે બન્નેએ એક સાથે આપઘાત કરી લીધો હતો.


આ બેવડા આપઘાત ના બનાવના પગલે મૃતક મનીષ ના પત્ની શોભનાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના પતિએ ગત ૧૫ નવેમ્બરે માલિયાસણ ગામે આવેલા જૂના મકાનમાં પંખાના હુક સાથે દોરડું બાંધી શોભનાબેનની પિતરાઈ બહેન કાંતાબેન રાઠોડ સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.


આ વેળાએ મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે મનિષે રવિ ડવ નામના શખસ પાસેથી નવ લાખ રૂપિયા ૧૦% લેખે વ્યાજે લીધા હતા જે ડવ ત્રણ લાખની વારંવાર ઉઘરાણી કરતો અને રૂપિયા વ્યાજ સહિત પરત આપી દેવા છતાં વ્યાજખોર રવિ ડવ તેમજ દિનેશ ડાંગર નામના શખસ પાસેથી મનિષે ટ્રક લીધો હતો. આ ટ્રક મનિષે પ્રદીપ રાઠોડને આપ્યો હતો.


જેમાં જામીન તરીકે રૂપિયા ન ચૂકવવામાં આવતાં દિનેશ ડાંગર વચ્ચે મનિષ હતો પ્રદીપ ટ્રકના રૂપિયા આપતો ન હોય જેથી રૂપિયાની ઉઘરાણી વ્યાજખોર મનિષ પાસે કરતો હોય મનિષે તેને ત્રણ ટકા લેખે વ્યાજ પણ ચૂકવ્યું હતું આમ છતાં દબાણ કરતો હોય જેથી આપઘાત કરી લીધા નું બહાર આવતા આ અંગે રવિ ડવ અને દિનેશ ડાંગર સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application