BREAKING NEWS

જમીન વિવાદ ઉકેલવા ૧૨ મિનિટ પાણીમાં ડૂબીને શ્વાસ રોકતા બે ખેડૂતના મોત થયાં

  • October 20, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલિપીન્સના સારેંગાની પ્રાંતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જમીનનો વિવાદ ઉકેલવા માટે ઉપયોગમાં લેવાયેલી એક પરાંપરાગત વિધિ બે ખેડૂતો માટે જીવલેણ સાબિત થઈ છે. અહેવાલો અનુસાર, બંને ખેડૂતો વચ્ચે લાંબા સમયથી જમીન અંગે વિવાદ ચાલી રહ્યો હતો. સ્થાનિક અધિકારીઓના હસ્તક્ષેપ છતાં જ્યારે મુદ્દો ન ઉકેલાયો, ત્યારે આ વિવાદનો નિકાલ કરવા માટે પરંપરાગત વિધિ 'સુલિફ'નો સહારો લેવામાં આવ્યો હતો.આ પરંપરામાં વિવાદ કરનાર બંને પક્ષો પાણીની અંદર જાય છે અને પોતાનો શ્વાસ રોકીને બેસે છે. જે વ્યક્તિ વધુ સમય સુધી પાણીમાં શ્વાસ રોકી રાખે છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં બંનેમાંથી કોઈ પણ ખેડૂત હાર માનવા તૈયાર ન હોવાથી ૧૨ મિનિટ સુધી પાણીની અંદર ડૂબેલા રહ્યા હતા. લાંબો સમય થવા પર ગ્રામજનોએ બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ આ ઘેલછામાં બંને ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ જૂની પરંપરાનો ઉપયોગ દક્ષિણ મિંડાનાઓના કેટલાક મૂળ નિવાસી સમુદાયોમાં કરવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હાર ન માનવાની જીદ્દમાં બંનેમાંથી કોઈ બહાર ન આવ્યા. જ્યારે ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યા ત્યારે એક ખેડૂત 'ટોની'નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ખેડૂત 'ગેસ્પર'નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એક પ્રાચીન પરંપરાને કારણે બે લોકોએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application