આજે બોળચોથથી સાતમ આઠમના તહેવારોનો ઉલ્લાસભેર પ્રારભં થયો છે. આજે સૌરાષ્ટ્ર્રમાં ગાય માતાના પૂજન સાથે બહેનો વ્રત રાખી બોળચોથ ની ઉજવણી કરે છે. આવતીકાલે શુક્રવારે નાગ પાંચમ અને શનિવારે રાંધણ છઠ રવિવારે શીતળા સાતમ અને સોમવારે જન્માષ્ટ્રમીની ઉજવણી માટે ઉત્સાહપ્રેમી સૌરાષ્ટ્ર્રવાસીઓમાં ભારે ઉમગં છવાયો છે.
આ વર્ષે પણ જન્માષ્ટ્રમીની દર વર્ષની જેમ નદં ઘેર આનદં ભયો હાથી ઘોડા પાલખી..ના ગગનભેદી નાદ સાથે ઉજવણી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર્રમાં રક્ષાબંધનના પર્વથી સાતમ આઠમની ઉજવણી નો માહોલ છવાઈ ગયો છે. શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરેચોકે ધજા પતાકા, કમાન અને રોશનીના શણગાર કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં જન્માષ્ટ્રમીના લોટ નિર્માણ કાર્યપુર જોશમાં ચાલી રહ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટ્રમીની શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધાર્મિક સામાજિક અને સેવાકીય સંગમ સાથે વિવિધ લોટ અલગ અલગ સંસ્થાઓ દ્રારા બનાવવામાં આવ્યા છે.
આ વર્ષે જન્માષ્ટ્રમી પર શ્રાવણ મહિનાના સોમવારના દિવસે જ આવતી હોવાથી અનોખો સંયોગ રચાયો છે. આવતીકાલે શુક્રવારે નાગપાંચમ સાથે અમૃત સિદ્ધિ યોગ પણ છે. ઘણા વર્ષેા બાદ શ્રાવણ મહિનામાં આવતા તહેવારોમાં અલગ અલગ સંયોગ રચાયા છે.
સાતમ આઠમના પર્વ પર આખું સૌરાષ્ટ્ર્ર જાણે કે ગોકુળિયું બની ગયું હોય તેવો માહોલ સર્જાય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર્રથી બહાર રહેતા લોકો ભાતીગળ સાતમ આઠમ ની ઉજવણી અહીં આવતા હોય છે. ગામે ગામે લોકમેળાની ઉજવણીની રંગત જોવા મળે છે. તો સાથોસાથ મીની વેકેશનનો માહોલ હોવાના લીધે ફરવા પણ ઉપડી જતા હોય છે.
ગોકુલ, મથુરા સાથે સૌરાષ્ટ્ર્રમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ રંગે ચંગે ઉજવાશે સૌરાષ્ટ્ર્રમાં ૪૦ થી વધુ લોકમેળાના આયોજનો કરવામાં આવ્યા છે. આજે બોળચોથથી સાતમ–આઠમના શૃંખલા બધં તહેવારોનો પ્રારભં થઈ જાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech