BREAKING NEWS

એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલા ગિરનાર રોપવેને આજે 5 વર્ષ પૂર્ણ, અત્યારસુધીમાં 34 લાખથી વધુ પ્રવાસીઓએ સફર માણી

  • October 24, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal ટીમ


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે પ્રોજેક્ટને પ્રારંભ થયાના આજે  પાંચ વર્ષ પૂર્ણ થયા છે.૨૪ ઓક્ટોબર ૨૦૨૦મા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગિરનાર રોપવેનું  આંગળીના ટેરવે ઈલોકાર્પણ  કરવામાં આવ્યું  હતું. ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે ૧૩૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.



3500 ફૂટની ઊંચાઈ પર આવેલ અંબાજી મંદિરે અહીં પવનની ગતિ  મધ્યમથી વધુ રહે છે જેથી પવનની વધુ તીવ્રતાનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવાઇ છે. રોપવે માટે ૯ ટાવર લગાવાયા છે. એમાંથી ૬ નંબરનો ટાવર સૌથી ઊંચો  છે.દરેક ટાવર વચ્ચે એમની ઊંચાઇ ૮ માળ જેટલી રખાઈ છે.ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવી છે. આ રોપવેમાં પ્રતિ કલાક ૮૦૦ લોકો મુસાફરી કરી શકે છે. ૨.૩કિલોમીટરના રૂટમાં ૯ ટાવર લગાવવામાં આવ્યા છે. ૧ ટાવરની લંબાઈ ૬૬ ફૂટ રાખવામાં આવી છે. રોપવે માં પ્રવાસીઓને બેસી લઈ જવા અધ્યતન  ટ્રોલી બનાવવામાં આવી છે જેમાં ૮ મુસાફરો બેસી શકે છે. માત્ર ૭ મિનિટમાં જ લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી લાવવામાં આવે છે. ઉષા બ્રેકો કંપની લિમિટેડ દીપકભાઈ કપલીસના માર્ગદર્શન હેઠળ મેનેજર નોડીયાલ અને પટેલ સહીતની ટીમ દ્વારા હાલ જૂનાગઢ રોપવેની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રોપવે કંપની દ્વારા પ્રવાસીઓને સરળતાથી ટિકિટ મળી રહે તે માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની પણ સુવિધા આપવામાં આવી છે . આ ઉપરાંત રોપવે સાઈડ પર બાળકો આનંદ માણી શકે તે માટે કાર્ટુન કેરેક્ટરો પણ રાખવામાં આવ્યા છે અને પ્રવાસીઓને ભોજનની સુવિધા મળી રહે તે માટે વિશાળ કાફેટારીયા પણ રાખવામાં આવ્યું છે. સેલ્ફી ઝોન દ્વારા લોકો રોપવેની કાયમ સંભારણા રાખી શકે છે. પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે ચુસ્ત સિક્યુરિટી કર્મીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ દિવાળીને લઈ એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે.મોટી સંખ્યામાં પ્રવાસીઓ   પહોંચી રહ્યા છે.



વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયાના આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. એક વર્ષમાં ૫ લાખ અને પાંચ વર્ષ દરમિયાન ૩૪ લાખથી વઘુ પ્રવાસીઓએ રોપવેની આહલાદક સફર ઉપરાંત ગિરનાર જંગલ આસપાસના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો અને માં અંબાજીના દર્શનનો લાભ લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application