BREAKING NEWS

આજની વડોદરાથી આવતી ઇન્ટરસિટી રદ, રવિવારે જામનગરથી ઉપડશે નહીં

  • December 27, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​રેલવેના અમદાવાદ- વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા- આંબલી રોડ- ગોરાઘુમા- સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપિત કરવાના કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

જેમાં ​આજે તારીખ 27. 12. 2025ની વડોદરા- જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે. તેથી આવતીકાલ રવિવાર ​તારીખ 28. 12. 2025ની જામનગર- વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ રદ રહેશે.

બે ટ્રેનો આંશિક રદ કરવામાં આવી છે, તેમાં કાલે તારીખ 28ની અને 29ની ટ્રેન સંખ્યા 19119 ગાંધીનગર કેપિટલ- વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આજે તારીખ 27 અને કાલે તા. 28ની 19120 વેરાવળ- ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

કેટલીક ટ્રેનોનું માર્ગ પરિવર્તન કરવામાં આવ્યું છે, તેમાં આજે તારીખ 27ની ટ્રેન નં. 22957 ગાંધીનગર કેપિટલ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ- ચાંદલોડિયા B-વિરમગામને બદલે પરિવર્તિત માર્ગ વાયા ગાંધીનગર કેપિટલ- કલોલ- કટોસણ રોડ- વિરમગામ થઈને ચાલશે. આ ટ્રેન ચાંદલોડિયા નહીં જાય. આ ઉપરાંત આજની સંખ્યા 22958 વેરાવળ- ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ વિરમગામ- ચાંદલોડિયા B- ગાંધીનગર કેપિટલને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ- કટોસણ રોડ- કલોલ- ગાંધીનગર કેપિટલ થઈને ચાલશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.

કાલે ​તારીખ 28ની ટ્રેન સંખ્યા 26901 સાબરમતી- વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ સાબરમતી- ચાંદલોડિયા B-વિરમગામને બદલે પરિવર્તિત માર્ગ વાયા સાબરમતી- કલોલ- કટોસણ રોડ- વિરમગામ થઈને ચાલશે. તેવી જ રીતે કાલે 28ની ટ્રેન સંખ્યા 22926 ઓખા- અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ વિરમગામ- ચાંદલોડિયા- અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ- કટોસણ રોડ- કલોલ- અમદાવાદ થઈને ચાલશે. આ ટ્રેન સાણંદ અને સાબરમતી (જેલ સાઈડ) નહીં જાય, પરંતુ આ દરમિયાન સાબરમતી (ધર્મનગર સાઈડ) સ્ટેશન પર ઊભી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News