જામનગર જી.જી. હોસ્પીટલમાં એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમ્યાન સાતની જીંદગીને માર્યો ડંખ:
૨૦૨૫ ની થીમ: આગોતરા પગલાં લો, ડેન્ગ્યુ અટકાવો, સ્વચ્છ વાતાવરણ - સ્વસ્થ જીવન
વિશ્વમાં દર વર્ષે લાખો લોકો ડેન્ગ્યુના ભોગ બને છે તત્કાલ સારવાર જાગૃતતાને કારણે ડેન્ગ્યુના ડંખથી ઘણા બધા દર્દીઓનો બચાવ પણ થઈ જાય છે.કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ડેન્ગ્યુના રોગ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે.જામનગરની જી.જી.હોસ્પીટલમાં ગત વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમ્યાન સાત દર્દીઓનો ડેન્ગ્યુના ડંખે ભોગ લીધો હતો.
દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ લોકોને ડેન્ગ્યુ તાવ પ્રત્યે જાગૃત કરવાનો છે. ડેન્ગ્યુનો વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરો, મુખ્યત્વે એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો ડેન્ગ્યુનો ભોગ બને છે. જેમાં ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.
ડેન્ગ્યુ એડીસ મચ્છરના ડંશથી થાય છે ડેન્ગ્યુએ વિષાણું જન્યુ રોગ છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી ડેન્ગ્યુ રોગનું વહન થાય છે. એડીસ મચ્છરના દંશ પછી 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગની અસર દેખાવી શરુ થાય છે. શરુઆતમાં તાવ આવે છે. ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) એમ બે સ્વરુપમાં ડેંન્ગ્યુની અસર જોવા મળે છે. દર વર્ષે ડેન્ગ્યુ ડેની અલગ અલગ થીમ હોય છે.
મચ્છરજન્ય રોગથી થતા તાવમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું છે. ગંભીર પ્રકારના ડેન્ગ્યુમાં જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધારે છે. વળી તે અન્ય વિવિધ રોગોનું કારણ પણ બને છે. આ તાવથી પીડિત લોકોમાં ઘણી વાર લોકોને ખબર નથી પડતી કે આ ચેપજન્ય અને ગંભીર તાવ છે.
દર વર્ષે, વિશ્વભરમાં અંદાજે 400 મિલિયન લોકોનો ડેન્ગ્યુનો ચેપ લાગે છે, જેમાંથી લગભગ 96 મિલિયન ગંભીર રોગમાં પરિણમે છે. મોટાભાગના કિસ્સાઓ વિશ્વના ઉષ્ણકટિબંધીય ભાગોમાં જોવા મળે છે. તેમજ ડેન્ગ્યુના હળવા લક્ષણો જેવા કે તાવ, દુખાવો, અને ફોલ્લીઓને લોકો સામાન્ય ગણી કાઢે છે જે ઘણી વાર લાંબા ગાળે હાનિકારક બની શકે છે.
ઉનાળાની ઋતુ આવતા જ ડેન્ગ્યુનો ખતરો મંડરાઈ જાય છે.ડેન્ગ્યુના વાયરસથી સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુનો તાવ ફેલાય છે. એક આંકડા મુજબ, વિશ્વભરમાં દર વર્ષે લગભગ 400 મિલિયન લોકો ડેન્ગ્યુ તાવથી સંક્રમિત થાય છે. ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય રીતે ચેપના ચારથી છ દિવસ પછી દેખાવા લાગે છે, જે 10 દિવસ સુધી ચાલે છે. ઘણી વખત ડેન્ગ્યુ વ્યક્તિને ખરાબ રીતે અસર કરે છે. પ્લેટલેટ્સની સંખ્યા પણ ઘટવા લાગે છે અને કેટલીક ગંભીર સ્થિતિમાં વ્યક્તિ મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ, તેને અટકાવવું જરૂરી
ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી થાય છે
ડેન્ગ્યુ ફીવરએ એક પ્રકારનો વાયરલ ફીવર જ છે જે મચ્છરથી ફેલાય છે. વધુ સરળ ભાષામાં કહીએ તો ડેન્ગ્યુના વાયરસને ફેલાવનાર મધ્યમ મચ્છર હોય છે. એડીસ ઈજીપ્ટસ અને એડીસ અલ્બોપ્રીકટસ નામનાં મચ્છર તેનાં કેરિયર બની શકે છે, એટલે કે આ બે મચ્છરમાંથી કોઈ એક તમને કરડી જાય તો તમને ડેન્ગ્યુ થઈ શકે છે. આ જ મચ્છરનાં કારણે ચિકનગુનીયાં કે યલો ફીવર જેવા રોગો પણ થતાં હોય છે.
આ મચ્છરને કેવી રીતે ઓળખશો...?
આ બંને મચ્છર ઘણા ખરા અંશે સરખા જેવા જ લાગે છે. એડીસ અલ્બોપ્રીકટસને ટાઈગર મોસ્કીટો પણ કહેવાય છે. કારણ કે તેનાં ઉપાંગોમાં વાઘ જેવા સફેદ પટ્ટા જોવા મળે છે. બંને સાઇઝ સિવાય લગભગ સરખા જેવા જ લાગતા મચ્છર છે.
સામાન્ય રીતે, ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત લોકોમાં કોઈ લક્ષણો હોતા નથી અથવા તેમને ફક્ત હળવા લક્ષણો હોય છે જેમ કે સરળ તાવ (80%). અન્ય લોકોને વધુ ગંભીર બીમારી હોય છે (5%), અને થોડા પ્રમાણમાં તે જીવલેણ હોય છે. સેવનનો સમયગાળો ( સંપર્કમાં આવવા અને લક્ષણોની શરૂઆત વચ્ચેનો સમય) 3 થી 14 દિવસનો હોય છે, પરંતુ મોટાભાગે તે 4 થી 7 દિવસનો હોય છે.
હળવા ડેન્ગ્યુના લાક્ષણિક લક્ષણોમાં અચાનક તાવ, માથાનો દુખાવો (સામાન્ય રીતે આંખો પાછળ), સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, ઉબકા, ઉલટી, સોજો ગ્રંથીઓ અને ફોલ્લીઓ શામેલ છે.
જો આ ગંભીર ડેન્ગ્યુમાં આગળ વધે છે તો તેના લક્ષણોમાં તીવ્ર પેટમાં દુખાવો, સતત ઉલટી, ઝડપી શ્વાસ, પેઢા અથવા નાકમાંથી લોહી નીકળવું, થાક, બેચેની, ઉલટી અથવા મળમાં લોહી, ભારે તરસ, નિસ્તેજ અને ઠંડી ત્વચા અને નબળાઇની લાગણી શામેલ છે.
આ દિવસનો ઉદ્દેશ્ય દેશભરમાં ડેન્ગ્યુ તાવ વિશે જાગૃતિ ફેલાવવાનો, નિવારક પગલાંને પ્રોત્સાહન આપવાનો અને સમયસર સારવારના મહત્વ પર ભાર મૂકવાનો છે. ભારતમાં વધતા શહેરીકરણ અને આબોહવા પરિવર્તન સાથે, ડેન્ગ્યુના કેસોની સંખ્યા વાર્ષિક ધોરણે વધી રહી છે. આ સંદર્ભમાં, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ સમયસર રોગનો સામનો કરવા માટે એક જરૂરી પહેલ બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech