BREAKING NEWS

રાજકોટ લોકમેળાની વિવિધ અરજીઓ પરત કરવાનો આજે અંતિમ દિવસ

  • July 31, 2026 08:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ લોકમેળા માટેના વિવિધ કેટેગરીના સ્ટોલ ફાળવણી અરજી જમા કરવા માટે આજે અંતિમ દિવસ છે. ૩૦ જુલાઈ સુધી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ વિવિધ કેટેગરીના સ્ટોલ માટે કુલ ૪૩૨ અરજીઓ નોંધાઈ છે. ઉપલબ્ધ સ્ટોલની સંખ્યા સામે અનેક ગણું વધુ અરજીઓ મળતાં સ્ટોલધારકોમાં લોકમેળા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ સૌથી વધુ અરજી (૧૯૨) નાની ચકરડી માટે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લોકમેળામાં કુલ ૨૨૮ સ્ટોલ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે ત્યારે તેની અરજીઓ પરત કરવાનો આજે અંતિમ દિવસ છે. તેમાં ગત તા.૩૦ સુધીમાં પરત આવેલી અરજીઓની સંખ્યાની વિગતે વાત કરીએ તો કે કેટેગરી એટલે કે નાની ચકરડી માટે સૌથી વધુ ૧૯૨ અરજીઓ મળી છે. ત્યારબાદ માધ્યમ ચકરડી માટે ૭૧, યાંત્રિક માટે ૪૧, ખાણીપીણી કોર્નર માટે ૩૮, રમકડાં માટે ૩૧, ચોકઠાં માટે ૧૭, ખાણીપીણી નાની માટે ૧૬, યાંત્રિક માટે ૧૩, એફ અને એચ યાંત્રિક માટે ૬–૬ તેમજ એક્સ્પો પ્રદર્શન કેટેગરી માટે એક અરજી નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે કેટલીક કેટેગરીમાં ઉપલબ્ધ સ્ટોલ કરતાં અનેકગણી વધુ અરજીઓ મળી છે, જેના કારણે ફાળવણી પ્રક્રિયામાં સ્પર્ધા રહેશે. દિવસવાર આંકડા મુજબ ૨૮ જુલાઈએ સૌથી વધુ ૨૯૧ અરજીઓ નોંધાઈ હતી. લોકમેળાની તૈયારીઓ વચ્ચે વિવિધ વેપારીઓ અને સ્ટોલ સંચાલકો તરફથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને પગલે આ વર્ષે સ્ટોલ ફાળવણી માટે કડક અને પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application