BREAKING NEWS

કાલે મ્યુનિ.જનરલ બોર્ડ, ફ્લાવર બેડ ગૂંજશે

  • November 19, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે મેયર  નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ મિટિંગ મળશે, જેમાં એજન્ડામાં રહેલી વિવિધ ૧૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. બોર્ડ મિટિંગના પ્રારંભે પ્રશ્નોતરી થશે, જેમાં ચિઠ્ઠી ઉલાળી ડ્રો પધ્ધતિથી નક્કી કરાયેલા પ્રશ્ન ક્રમાંક અંતર્ગત પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ પૂછેલો ફ્લાવર બેડના કારણે અટકેલા બીયુપી અંગેનો પ્રશ્ન ચર્ચામાં આવશે.

જનરલ બોર્ડ મિટિંગના એજન્ડા કુલ ૧૨ દરખાસ્તો સમાવિષ્ટ છે જેમાં (૧) રાજકોટની આખરી નગર રચના યોજના નં.૯માં સમાવિષ્ટ આખરી ખંડ નં.૩૨/૯ તથા ૩૧/૫ થી શરુ કરી આખરી ખંડ નં.૩૨/૧/૧ તથા ૩૧/૧ સુધીના ૯ મીટરના ટી.પી. રસ્તાને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત ૧૨ મીટર પહોળો કરવા માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવા (૨) રાજકોટ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફફ્યુચર બાય ૨૦૭૦ના સફળ વ્યૂહરચનાત્મક અમલીકરણ તથા મોનીટરીંગ માટે ઈફેક્ટીવ ગવર્નન્સ અને ઇન્સ્ટીટ્યુશનલ અરેન્જમેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેટ-ઝીરો એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્ટ સેલનું ગઠન કરવા (૩) સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ) ફેઝ-૩ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાપાલિકા અને ઇકલી સાઉથ એશિયા વચ્ચે થનાર એમઓયુને મંજુરી આપવા (૪) બીએસયુપી ૨ અને ૩ આવાસ યોજનાના ખાલી રહેલ ૧૦૫૬ આવાસો માટે લાભાર્થીઓ નક્કી કરવા (૫) ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રખર વકતા કુમાર વિશ્વાસની કથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગ દર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામૂલ્યે ફાળવવા (૬) વોર્ડ નં.૯માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબોરેટરીની બાજુમાં આવેલ રોડનું શ્રી દ્વારકાધીશ માર્ગ નામકરણ કરવા અંગે નિર્ણય લેવા (૭) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં સ્મશાન સામેનો રોડ ઉપર ટી.પી.સ્કીમ નં.૧૯ ધનશ્યામ રેસીન્ડેસીની પાસે મુરલીધર સોસાયટી(સુચીત) પાસે આવેલ ચોકને મુરલીધર ચોક નામકરણ કરવા અંગે નિર્ણય લેવા (૮) રેસકોર્ષ સંકુલ હસ્તક તથા મવડી ઇન્ડોર સ્ટેડીયમ સ્થિત વિવિધ રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ ફેસીલીટીના સભ્યપદના ફીના દરો તથા નિયમો રીવાઇઝડ કરવા તથા કોચિંગના દરો નિયત કરવા (૯) રેસકોર્સ સંકુલ તથા મવડી ઇન્ડોર સ્ટેડિયમ હસ્તકના વિવિધ રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ ફેસીલીટીના ભાડાના દરો તેમજ નિયમો રીવાઇઝડ કરવા (૧૦) રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય વહીવટ વિભાગની નાયબ મ્યુનિસિપલ કમિશનર, વર્ગ-૧ની ખાતાકીય ભરતી અન્વયે બિનઅનામત કેટેગરીની એક જગ્યા ઉપર પસંદગી કરેલ ઉમેદવારની આખરી પસંદગી કરવા (૧૧) સહયોગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા વાલ્મીકી સમાજ સાથે મળીને રામદેવપીર સવરા મંડપ તથા સમૂહ લગ્નના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા (૧૨) વોર્ડ નં.૧૧માં વેસ્ટ ઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના(શિવ ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application