ગુજરાત સરકારમાં કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવતા કુમારી લક્ષ્મીબેન સરમણભાઈ કટારીયા ને વર્ગ એકની અધિકારી તરીકેની સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનો હુકમ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવતા ક્લાસ વન અધિકારીઓ અને કર્મચારીઓમાં આ મુદ્દો ભારે ચર્ચાસપદ બન્યો છે. થોડા સમય પહેલા સુરત ખાતે એક પોલીસ અધિકારીને આ મુજબ સેવામાંથી મુક્ત કર્યા બાદ આ બીજી ઘટના બની છે.
અનામતના ખોટા પ્રમાણપત્રના આધારે 2017માં નોકરી મેળવી હતી
2017 માં ઓક્ટોબર માસમાં કુમારી લક્ષ્મીબેન કટારીયાને જાતી પ્રમાણપત્રોની ખરાઈને આધીન અજમાયશી ધોરણે સેક્શન અધિકારી વર્ગ-૨ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તારીખ 28 ઓક્ટોબર 2022 થી તેને વર્ગ એકમાં પ્રમોશન આપીને કાયદા વિભાગમાં ઉપસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
16 મેના રોજ પોતાનો રિપોર્ટ સરકારને સોપી દીધો હતો
મહિલા ઉપસચિવના અનુસૂચિત જનજાતિ પ્રમાણ પત્રની ખરાઈ બાબતે વિવાદ ઉભો થતા સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિભાગીય વિશ્લેષણ સમિતિએ તારીખ 16 મેના રોજ પોતાનો રિપોર્ટ સરકારને સોપી દીધો હતો. આ રિપોર્ટના આધારે લક્ષ્મીબેનની સેવાનો તાત્કાલિક અંત લાવી નિમણૂકની રૂએ લક્ષ્મીબેને ભોગવેલ અથવા મેળવેલ અન્ય લાભ પાછા ખેંચવાનો હુકમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ પી. એન. ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech