BREAKING NEWS

ટોચની કંપનીઓમાં પ્રતિ કર્મચારી એઆઈ પાછળ રૂ. સાત લાખનો ખર્ચ

  • August 18, 2026 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ દુનિયાભરની કંપનીઓમાં ઝડપથી વધી રહ્યો છે. જોકે, એઆઈને અપનાવવાની સાથે કંપનીઓનો ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. એક અહેવાલ મુજબ અમેરિકાની ટોચની 1 ટકા કંપનીઓમાં એઆઈ પાછળ પ્રતિ કર્મચારી સરેરાશ 7 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ આંકડો અગાઉની સરખામણીએ અનેક ગણો વધારે છે.એઆઈની ઝડપી પ્રગતિએ કંપનીઓને નવી ટેક્નોલોજી અપનાવવા માટે પ્રેરિત કરી છે. પરંતુ પૂરતા ડેટા, યોગ્ય ગવર્નન્સ અને ઓપરેશનલ તૈયારી વગર એઆઈ લાગુ કરવાથી કંપનીઓને ભારે નુકસાન પણ થઈ શકે છે. આવી નિષ્ફળતાઓને કારણે હવે ઘણી કંપનીઓ એઆઈના ઉપયોગમાં સાવચેતી રાખી રહી છે.ભારતીય કંપનીઓ પણ વૈશ્વિક કંપનીઓ પાસેથી મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને એવા એઆઈ પ્રોજેક્ટથી દૂર રહી રહી છે, જેમાં રોકાણ કરેલા પૈસા પરત મળવાની ખાતરી ન હોય. કંપનીઓનું ધ્યાન હવે એવા એઆઈ મોડલ પર છે, જેનાથી વાસ્તવિક અને માપી શકાય તેવો બિઝનેસ ફાયદો મળે.અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારના એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં લગભગ 39.7 ટકા કંપનીઓ ઓપરેશનલ એઆઈ, જ્યારે 43.5 ટકા કંપનીઓ જનરેટિવ એઆઈનો ઉપયોગ કરી રહી છે. સ્પેશિયલાઇઝ્ડ એઆઈનો ઉપયોગ લગભગ 4 ટકા અને અન્ય પરંપરાગત એઆઈ મોડલનો ઉપયોગ આશરે 6.1 ટકા કંપનીઓમાં જોવા મળ્યો છે.ટોચની 1 ટકા કંપનીઓમાં એઆઈ પાછળ પ્રતિ કર્મચારી લગભગ 7,07,550 રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ટોચની 10 ટકા કંપનીઓમાં આ ખર્ચ આશરે 62,200 રૂપિયા, જ્યારે તમામ કંપનીઓને સરેરાશ ગણવામાં આવે તો પ્રતિ કર્મચારી લગભગ 1,150 રૂપિયા ખર્ચ થાય છે.અહેવાલ મુજબ અમેરિકાની ટોચની 1 ટકા કંપનીઓમાં પ્રતિ કર્મચારી એઆઈ પાછળનો ખર્ચ લગભગ 7,400 ડોલર, એટલે કે લગભગ 7 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. 2025માં આ ખર્ચ માત્ર 2,590 ડોલર એટલે કે આશરે 2.5 લાખ રૂપિયા હતો.એઆઈનો વધતો ખર્ચ કંપનીઓ માટે ચિંતાનો વિષય પણ બન્યો છે. ઘણી કંપનીઓએ બજેટ બગડતું અટકાવવા માટે એઆઈના ઉપયોગ પર મર્યાદા લગાવવાનું શરૂ કર્યું છે. કેટલીક કંપનીઓએ એઆઈ આધારિત ટૂલ્સનો ઉપયોગ બંધ કર્યો છે, કારણ કે તેમાં ખોટા જવાબો અને ઓર્ડરની ભૂલો જેવી સમસ્યાઓ સામે આવી હતી.કેટલીક કંપનીઓએ એઆઈના કારણે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અપેક્ષિત પરિણામ ન મળતાં ફરીથી માનવ કર્મચારીઓ પર આધાર વધાર્યો છે. આ સ્થિતિ દર્શાવે છે કે એઆઈનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવા છતાં કંપનીઓ માટે એઆઈમાં રોકાણ સાથે યોગ્ય આયોજન, નિયંત્રણ અને ખર્ચનું સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application