આ વર્ષે ઇન્ડોનેશિયાના જંગલો અને પીટલેન્ડસમાં લાગેલી આગે ગંભીર સમસ્યાઓ ઊભી કરી છે. સુમાત્રા અને બોર્નિયોના કેટલાક વિસ્તારોમાં અઠવાડિયાઓથી આગ સળગી રહી છે અને તેનો ધુમાડો મલેશિયા તથા સિંગાપોર સુધી ફેલાઈ રહ્યો છે. ઘણા વિસ્તારો ધુમ્મસથી ઘેરાઈ ગયા છે અને હવાની ગુણવત્તા બગડી છે.
ગરમ અને સૂકું હવામાન આ આગ પાછળનું મુખ્ય કારણ છે. અલ નીનોની અસરને કારણે, આ વર્ષે ઇન્ડોનેશિયાના ઘણા ભાગોમાં ઓછો વરસાદ અને ઐંચું તાપમાન નોંધાયું હતું, જેનાથી જંગલો અને સૂકી જમીનમાં આગ લાગવાનું જોખમ વધી ગયું હતું. ખેતી કે અન્ય હેતુઓ માટે જમીન સાફ કરવાના ઈરાદાથી આગ લગાડવાની ઘટનાઓ પણ જંગલની આગની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.
યારે ઇન્ડોનેશિયામાં લાગેલી આગનો ધુમાડો અન્ય દેશો સુધી પહોંચે છે, ત્યારે તેને ટ્રાન્સબાઉન્ડ્રી હેઝ તરીકે ઓળખવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આનો અર્થ એ છે કે એક દેશમાં લાગેલી આગનો ધુમાડો પડોશી દેશોની હવાને પ્રદૂષિત કરી રહ્યો છે.
આ વર્ષે ઇન્ડોનેશિયામાં લાગેલી આગની અસર વ્યાપક રહી છે. જુલાઈ સુધીમાં, લગભગ ૯૫,૦૦૦ હેકટર જમીન તેનાથી પ્રભાવિત થઈ હતી. માત્ર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જ લગભગ ૬,૯૦૨ હોટસ્પોટસ મળી આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ સંખ્યા ૫,૨૦૧ કાલીમંતનમાં નોંધાઈ હતી.
સપ્ટેમ્બરમાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. ૧૫ સપ્ટેમ્બર સુધીમાં, ઇન્ડોનેશિયામાં ૧,૪૩૭ મુખ્ય અને સ્પષ્ટ્ર રીતે ઓળખી શકાય તેવા હોટસ્પોટસ મળી આવ્યા હતા, જેમાં સૌથી વધુ સંખ્યા ૬૮૯ હોટસ્પોટસ મધ્ય કાલીમંતનમાં હતી. જંગલની આ આગ વાતાવરણમાં મોટી માત્રામાં કાર્બન ડાયોકસાઇડ પણ મુકત કરે છે.
એવો અંદાજ છે કે ૧ થી ૭ સપ્ટેમ્બરની વચ્ચે, ઇન્ડોનેશિયામાં જંગલની આગને કારણે લગભગ ૧૯.૭ મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં ભળ્યો હતો. તે અઠવાડિયા દરમિયાન જંગલની આગથી થયેલા કુલ વૈશ્વિક ઉત્સર્જનના ત્રીજા ભાગ કરતાં વધુ હિસ્સો આના કારણે હતો.
ઇન્ડોનેશિયાના ઘણા સ્થળોએ, આગ પીટલેન્ડસમાં લાગી રહી છે. પીટલેન્ડસ એવા વિસ્તારો છે યાં લાંબા સમય સુધી પ્રાચીન વનસ્પતિના અવશેષો જમા થતા રહે છે. તેમાં વિશાળ માત્રામાં કાર્બન સંગ્રહિત હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application