BREAKING NEWS

વિન્ટર ઇફેક્ટ! રેસકોર્સ મ્યુનિ.જીમ અને એથ્લેટીક ટ્રેકમાં ટ્રાફિક વધ્યો

  • December 01, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં શિયાળો જામતાની સાથે જ રેસકોર્સ સ્થિત રમત ગમત સંકુલોમાં ટ્રાફિક વધવા લાગ્યો છે અને ખાસ કરીને ક્રિકેટ સ્ટેડિયમ પાસેના જિમ તેમજ એથ્લેટીક ટ્રેકમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે, નવનિર્મિત મવડી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં મેમ્બરશિપ મેળવવા માટે પણ પડાપડી થઇ રહી છે.

રેસકોર્સ સંકુલ સ્થિત જિમનું મહાપાલિકા દ્વારા જાતે સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ પાસેનું જીમ, પેડક રોડ સ્વિમિંગ પૂલ પાસેનું જિમ, નાના મવા સર્કલ સ્થિત મલ્ટી એક્ટિવિટી સેન્ટર ખાતે લેડીસ જિમ તેમજ દૂધસાગર માર્ગ ઉપર હૈદરી ચોક ખાતે આવેલું જિમ સહિતના જિમમાં કુલ ૨૧૩૩ રજિસ્ટર્ડ મેમ્બર્સ છે. અલબત્ત હાલ તો રેસકોર્સ જિમમાં સૌથી વધુ શહેરીજનો આવી રહ્યા છે.રાજકોટ મહાપાલિકાના રમત ગમતના વિવિધ સંકુલોમાં સૌથી વધુ ૫૪૨૬ મેમ્બર્સ એથ્લેટીક ટ્રેકમાં નોંધાયા છે.


મ્યુનિ.સ્પોર્ટ્સ સંકુલોમાં નોંધાયેલા મેમ્બર્સ

ક્રમ---- સંકુલ---મેમ્બર્સ

૧.રેસકોર્સ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક ૫૪૨૬

૨.રેસકોર્સ સિન્થેટિક ટેનિસ કોર્ટ ૧૦૩

૩.રેસકોર્સ બાસ્કેટ બોલ કોર્ટ ૧૫૧

૪.રેસકોર્સ વોલીબોલ કોર્ટ ૩૩

૫.વિવિધ જિમ ૨૧૩૩

૬.બેડમિન્ટન મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ૧૨૭

૭.બાસ્કેટબોલ મવડી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ૧૨૭

૮.લોન ટેનિસ મવડી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ૯૬

૯.વોલીબોલ મવડી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ૧૬૬

કુલ સંખ્યા ૮૩૬૨



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application