BREAKING NEWS

જામનગર જોલી બંગલા તળાવની પાળ જતા રસ્તા પર ટ્રાફીક જામ

  • December 22, 2025 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરનું ૨૪ કલાક ધમધમતો સુમેર કલબ રોડ સાત રસ્તાથી દીગ્વીજય (જુની પોલીસ ચોકી સુધીનો) રસ્તા પર અવાર નવાર ટ્રાફીક સમસ્યા રહે છે ખાસ કરીને જોલી બંગલા સર્કલથી તળાવની પાળ તરફ જતા રસ્તા પર સવાર, બપોર અને સાંજના સમયે ટ્રાફીક જામ થવાના કારણે વાહન ચાલકોને નાકે દમ આવી જાય છે.



 આ જોલી બંગલા સર્કલમાં તેમજ આ સુમેર કલબ રોડ પર અસંખ્ય પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી હોય તેમજ પ્રણામી સ્કુલ તરફથી આવતો રસ્તો બીજી તરફ એસટી બસ ડેપો તરફથી આવતો રસ્તો અને દિગ્વીજય પ્લોટ તરફથી આવતો રસ્તો અને તળાવની પાળ તરફથી આવતો રસ્તો આ ચારેય રસ્તાઓ ભેગા થતા હોય જેના કારણે સવાર, બપોર અને સાંજ ટ્રાફીકનું ભારણ પુષ્કળ પ્રમાણમાં રહે છે.

​​​​​​​

 તંત્ર દ્વારા આ સમસ્યાને હળવી કરવા કોઇ કાયમી ઉકેલ કાઢવામાં આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. આજે બપોરે ૧૨ના ટકોરે ટ્રાફીક જામ થઇ ગયો હતો જેના કારણે અસંખ્ય વાહન ચાલકો ફસાઇ ગયા હતા જોલી બંગલાથી પાછલા તળાવનો રસ્તામાં અવાર નવાર ટ્રાફીક જામ થવાની સ્થિતિં સર્જાઇ છે તંત્ર દ્વારા ઠોસ કામગીરી કરવામાં આવે તેવુ શહેરીજનો ઇચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application