BREAKING NEWS

જામનગરના ઠેબા ચોકડી નજીક ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના પાપે ટ્રાફિક જામ

  • October 27, 2025 10:37 AM 

જામનગરનો ઠેબા ચોકડી વિસ્તાર એટલે  ટ્રાફિક નું અને અકસ્માત નું ઘર. આ એ સમયાંતરે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યાં ગઈકાલે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો.



ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને પગલે વાહન ચાલકો આડેધડ વાહન ક્રોસિંગ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અનેક લોકો કલાકો સુધી અટવાયા હતાં તહેવારોના વેકેશનને લઈ જામનગરના ચોકડી વિસ્તાર પર અવારનવાર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગઈકાલે રવિવારના સમયગાળા દરમિયાન બપોર બાદ સતત ચારથી પાંચ કલાક સુધી ટ્રાફિક ના દ્રશ્ય સામે આવ્યા હતા.



પોલીસ કે ટ્રાફિક વોર્ડન ન ડોકાયા હોવાથી વાહનચાલકો આડેધડ ક્રોસ કરતા હોવાથી ટ્રાફિક સર્જાઈ હતી. મોટી વાત તો એ છે કે ચારથી પાંચ કલાકના સમય સુધીમાં પણ પોલીસે ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર પૂર્વરત કરવાની તસ્દી લીધી ન હતી. જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News