BREAKING NEWS

અમિન માર્ગ ઉપર જનકલ્યાણ ફાટક ચોકમાં ચાલતા ખોદકામથી અવાર નવાર ટ્રાફિક જામ

  • November 24, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં અમિન માર્ગ અને હાઉસિંગ બોર્ડ રોડને લાગુ જનકલ્યાણ ફાટક વાળા ચોકમાં મહાપાલિકા તંત્ર દ્વારા શનિવારથી ખોદકામ શરૂ કર્યું છે જે આજે સોમવારે પણ પૂર્ણ થયું નથી અને રસ્તાની વચોવચ્ચ ક્રેઇન મૂકેલી છે જેના લીધે અહીં દિવસમાં ૨૦ વખત ટ્રાફિક જામ થવા લાગ્યો છે. ટ્રાફિકથી સતત ધમધમતા એવા આ રોડ ઉપર રસ્તો બંધ છે, વર્ક ઇન પ્રોગ્રેસના સાઇન બોર્ડ મૂક્યા વિના આડેધડ ચાલતા ખોદકામથી રહીશો, રાહદારીઓ તેમજ વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે જનકલ્યાણ રેલવે ફાટકનો ઢાળ ઉતરીને અમિનમાર્ગ તરફ જતા રસ્તે ચોકમાં દર ચોમાસે પુષ્કળ પાણી ભરાતું હોવાની વ્યાપક ફરિયાદો છેલ્લા ઘણાં વર્ષોથી અમિન માર્ગ તેમજ હાઉસિંગ બોર્ડ રોડના રહીશો તરફથી હતી જેથી આ ફરિયાદ કાયમી ધોરણે ઉકેલવા માટે અહીં સ્ટ્રોમ વોટર લાઇન (વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન) નાખવા માટે ગત શનિવારથી ખોદકામ શરૂ કરાયું છે જે હજુ આગામી ચાર દિવસ સુધી ચાલશે. વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાખવા ખોદકામ કરાયું તેમાં પાણી, ડ્રેનેજ વિગેરે યુટિલિટી સર્વિસની અન્ય લાઇન વચ્ચે આવતી હોય તેના કારણે કામમાં થોડો વિલંબ થયો છે.

એકંદરે ચોમાસામાં આ ચોકમાં હવે વરસાદી પાણી નહીં ભરાય તે સારી વાત છે પરંતુ હાલ જે પ્રકારે ખોદકામ ચાલી રહ્યું છે અને રસ્તા વચ્ચે ત્રણ દિવસથી ક્રેઇન મુકી રખાય છે તેવું અને તેટલું ખોદકામ કરવાનું હોય તો કમ સે કમ એકાદ પ્રેસ રિલીઝ જારી કરવી જોઇએ જેથી લોકો ત્યાંથી ચાલવાનું ટાળે અને ટ્રાફિક જામ ન થાય.



રોડના ખાડા પુરવાનો ખર્ચ ૯.૫૮ કરોડ !

વોર્ડ નંબર-----ડામર પેચ (ચો.મી.)---થયેલ ખર્ચ રૂ.(લાખમાં)

વોર્ડ નં.૧ ૮૦૪૫ ૪૨.૦૦

વોર્ડ નં.૨ ૩૫૦૮ ૧૧.૭૭

વોર્ડ નં.૩ ૧૬૭૩૫ ૫૬.૧૬

વોર્ડ નં.૪ ૯૧૩૦ ૩૩.૨૫

વોર્ડ નં.૫ ૩૩૦૦ ૧૨.૪૯

વોર્ડ નં.૬ ૩૨૪૦ ૧૨.૨૫

વોર્ડ નં.૭ ૨૫૯૬૯ ૯૨.૦૨

વોર્ડ નં.૮ ૧૩૦૪૦ ૫૮.૦૦

વોર્ડ નં.૯ ૧૯૪૩૬ ૬૬.૦૦

વોર્ડ નં.૧૦ ૪૪૦૧૦ ૩૫.૦૦

વોર્ડ નં.૧૧ ૨૨૭૮૫ ૧૧૪.૦૦

વોર્ડ નં.૧૨ ૧૯૪૮૦ ૬૭.૦૦

વોર્ડ નં.૧૩ ૬૪૮૬૩ ૨૩૨.૦૩

વોર્ડ નં.૧૪ ૨૦,૧૫૧ ૬૮.૮૦

વોર્ડ નં.૧૫ ૩૧૦૦ ૧૧.૭૬

વોર્ડ નં.૧૬ ૧૭૦૦ ૬.૪૬

વોર્ડ નં.૧૭ ૭૯૭૦ ૨૭.૨૮

વોર્ડ નં.૧૮ ૩૩૫૨ ૧૨.૬૮



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application