સાતમ આઠમના તહેવાર અને વરસાદી માહોલ વચ્ચે શહેરમાં તસ્કરો વરસી પડા હોય તેમ ચોરીના અલગ–અલગ ત્રણ બનાવવામાં મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીના સહિત .૧૨,૨૨,૩૨૮ ની મત્તા ચોરી કરી ગયા હતા. જેમાં જામનગર રોડ પર ઘંટેશ્વરમાં વેપારીના બધં મકાનમાંથી ૪.૪૫ લાખની મત્તાની ચોરી કરી હતી. યારે હરિધવા રોડ પર રહેતા કારખાનેદારના બધં મકાનની નિશાન બનાવી અહીંથી ૧.૯૧ લાખની મત્તા ચોરી કરી હતી. આ ઉપરાંત અગાઉ શહેરના વિરાટનગર પાસે ન્યુ રામેશ્વર નગરમાં વેપારીના મકાનમાંથી ૫.૮૫ લાખની મત્તાની ચોરી થયાની બે દિવસ પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી.
મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે સિલ્વર વેલી બંગ્લોઝ નંબર ૧૩ માં રહેતા વેપારી ક્ષિતિજભાઈ રામપ્રકાશભાઈ ઝા(ઉ.વ ૩૬) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત તારીખ ૨૪ ૮૨૦૨૪ ના બપોરના ત્રણેક વાગ્યા આસપાસ તે પરિવાર સાથે જગન્નાથપુરી જવા માટે નીકળ્યા હતા. બાદમાં તારીખ ૨૮ ૮ ના સાંજના સમયે પાડોશી રાજેશભાઈ ચૌહાણનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે તમારા ઘરનો મેઇન દરવાજો ખુલ્લો છે અને તમારા ઘરે ચોરી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. ફરિયાદી તારીખ ૨૮૮ ના રાત્રિના આઠ એક વાગ્યા આસપાસ ઘરે પરત કર્યા હતા.
ઘરે આવ્યા બાદ તપાસ કરતા ઘરના મેઇન દરવાજામાં જે ઇન્ટરલોક લગાવ્યો હતો તે ખુલ્લો હતો તેમજ ઉપરના માળે બાલકનીનો દરવાજો જે લાકડાની ફ્રેમ તથા કાચનો છે તે દરવાજામાંથી કાચ કાઢી તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાનું માલુમ પડું હતું. મકાનમાં તપાસ કરતા ઉપરના માળે મમાં કબાટનું તાળું તોડી તિજોરીનો લોક તોડી તેમાંથી પિયા દોઢ લાખ રોકડ ઉપરાંત ફરિયાદીના પત્નીનું સોનાનું મંગલસૂત્ર, ત્રણ જોડી બુટ્ટી, સોનાની રીંગ, સોનાનું પેન્ડલ સહિત કુલ પિયા ૨.૯૨ લાખના સોનાના દાગીના તથા ચાંદીના સાંકડા સહિત ૩૦૦૦ ના ઘરેણા મળી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ પિયા ૪,૪૫,૫૦૦ ની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અહીં આસપાસના સીસીટીવી ફટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
ચોરીના અન્ય બનાવવામાં શહેરના હરિધવા રોડ પર નવનીત હોલ પાસે ન્યુ સુભાષનગરમાં રહેતા અને પરસાણા સોસાયટીમાં ઝેડ ગિટ નામનું કારખાનું ધરાવનાર વેપારી વિશાલભાઈ અશોકભાઈ કરકર (ઉ.વ ૩૬) દ્રારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે તથા તેમના પરિવારના સભ્યો ગત તારીખ ૨૩ ૮ ૨૦૨૪ ના ગોવા ફરવા માટે ગયા હતા ઘરને તાળું મારી ચાવી પાડોશી ગીરીશભાઈ પરમારને આપી હતી તારીખ ૨૬ ૮ ના ફરિયાદીના પત્નીએ ગિરીશભાઈના પત્નીને મેસેજ કરી કહ્યું હતું કે, વરસાદમાં ઘરમાં પાણી આવ્યું નથી ને તે ચેક કરવા માટે કહ્યું હતું જેથી પાડોશીએ તારીખ ૨૬ ના તેમના ઘરે જઈ તપાસ કરતા બધું બરોબર હતું તેવી મેસેજથી જાણ કરી હતી.
બાદમાં તારીખ ૨૯૮ ના રાત્રીના પરિવાર ઘરે પરત ફરતા ડેલીનું તાળું ખોલી અંદર જઇ જોતાં મના દરવાજાનું તૂટેલો હતો તેમજ સામાન અસ્તવ્યસ્ત હોય ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. બાદમાં કબાટની તિજોરીનું લાકડાનું ખાનું તૂટેલું હોય જે મામલે તપાસ કરતા તસ્કરો રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના ચોરી કરી ગયા અને માલુમ પડું હતું. જેમાં સોનાનો લેડીઝ અને જેન્ટસ ચેન, સોનાની બુટ્ટી, સોનાનું ડોકિયું,સોનાની વીંટી, સોનાની બંગડી, પાટલા, પેન્ડલ, સોનાના નાકના દાણા, ચાંદીનો કંદોરો, ચાંદીના સાંકડા અને રોકડ .૨૫,૦૦૦ મળી કુલ પિયા ૧, ૯૧,૮૮૨ ની મત્તા ચોરી કરી ગયાનું માલુમ પડું હતું. જેથી આ અંગે તેમણે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech