રાજકોટ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવી રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું છે. રાજકોટ જિલ : ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરુણ નિર્મળ જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનના ૬૩ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બંગાળમાં ભાજપે સફળતા હાંસલ કરી છે.
પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયે દેશભરમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. ખાસ કરીને બંગાળમાં આ જીત સુશાસનના નવા યુગની ગુરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી વતાં રાજ્યમાં નવી રાજકીય દિશાનો આરંભ વો છે. આ વિજયને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સનાતન સંસ્કૃતિનો વિજય તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા, સામાજિક સમરસતા અને વિકાસલક્ષી નીતિઓ પર વિશ્વાસ વ્યક્ત કરતાં મતદારી ભાજપની તરફેણમાં ઉભા રહ્યા છે.આ અંત સાથે ભાજપની ડબલ એન્જિન સરકારની વિચારધારા વધુ મજબૂત બની છે. સૌનો સાથે, સૌનો વિકાસ, સૌનો સહયોગ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે બંગાળ અને આસામના વિજયે કેન્દ્રમાં નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે. માનનીય અટલ બિહારી વાજપેયીના પ્રેરણાદાયક શબ્દો અંધકાર દૂર વશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે. આજે બંગાળના પરિણામોમાં સત્ય સાબિત થતા નજરે પડયા છે. આ વિજય માત્ર ચૂંટણી પરિણામ નવી, પરંતુ ડો. શ્યામા પ્રસાદ મુખરુએ જોવેલું સ્વપન હવે અસંખ્ય કાર્યકરોના બલિદાન અને અવિરત મહેનત દ્વારા સાકાર થઈ રહ્યું છે. આ ઐતિહાસિક અંતની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભગવા વિજયોત્સવ યોજાઈ રહ્યા છે, જ્યાં કાર્યકર્તાઓ અને સમર્થકો ભારે ઉત્સાહ સાથે વિજયની ખુશી વ્યકત કરી રહ્યા છે તેમ અરુણ નિર્મળએ જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application