જામનગરમાં કાટ-છાપનો જુગાર રમતી ત્રિપુટી ઝબ્બે

  • May 13, 2025 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ નાકા બહાર બે વર્લીબાઝ ગીરફતાર : એકનું નામ ખુલ્યુ

જામનગરના ફૌજી ધાબા નજીક સિકકો ઉછાળીને જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા જયારે કાલાવડ નાકા બહાર બે વર્લીબાઝ પકડાયા છે.

જામનગરના ભીમવાસ શેરી નં. ૨માં રહેતા બાબુ મનજી મકવાણા, મોહન બુધા ભાંભી અને સતિષ દેવરાજન કુમાર આ ત્રણેય શખ્સો ફૌજી ધાબા નજીકના વિસ્તારમાં જાહેરમાં ‚પીયાનો સિકકો ઉછાળીને કાટ-છાપ બોલી જુગાર રમતા હોય આથી સીટી-બી પોલીસે રોકડા ૪૬૦ સાથે પકડી લીધા હતા.

અન્ય દરોડામાં શહરેના મોરકંડા રોડ, સનસીટી-૧ ખાતે રહેતા મોસીમ ઉર્ફે મેગી રફીક મીયાવા અને સેટેલાઇટ સોસાયટીમાં રહેતા અસલમ સાલીમન વજુગરા આ બંનેને કાલાવડ નાકા બહાર એસટી ડીવીઝન સામેની ગલીમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૧૮૧૦ અને એક મોબાઇલ સાથે પકડી લીધા હતા, જયારે આસીફનું નામ ખુલ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application