ગીર (પૂર્વ) વનવિભાગ, ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ માર્ગદર્શન તેમજ મદદનીશ વન સંરક્ષક ઉના, કપિલ ભાટિયાની સૂચના મુજબ ગેરકાયદેસર સિંહ દર્શન તેમજ જંગલ વિસ્તારમાં થતી ગેરપ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જસાધાર રેન્જ ખાતે સતત નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન જસાધાર રેન્જના નવાબંદર રાઉન્ડના ફોરેસ્ટર જે.સી. બાંભણિયાને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો પરિવહન થઇ રહ્યો છે તે માહિતીના આધારે વન વિભાગના સ્ટાફ દ્રારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રક નં.જીજે–૩૨–ટી–૫૪૧૧ તથા તેમાં ભરેલ લાકડાનો જથ્થો કબજે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ ટ્રકના ચાલકનું નામ મહમદ યુસુફ સરવૈયા (રહે. ટીંબી) જાણવા મળેલ છે, યારે વાહન માલિકનું નામ ગોપાલ પંચાભાઇ બાંભણીયા (રહે. વરસીંગપૂર) હોવાનું પ્રાથમિક રીતે બહાર આવેલ છે. વન વિભાગ દ્રારા કાયદાની જોગવાઈઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા લાકડાના જથ્થાના ક્રોત અને અન્ય સંડોવાયેલા વ્યકિતઓ અંગે વધુ તપાસ ચાલુ છે