માણાવદરમાં ટ્રક–એકિટવા અકસ્માતથી ટ્રાફિકજામ અને અકસ્માતોની વણઝાર
માણાવદરમાં ટ્રક–એકિટવા અકસ્માતથી ટ્રાફિકજામ અને અકસ્માતોની વણઝાર
June 12, 2026 08:16 AM
માણાવદર શહેરના હાર્દ સમાન સિનેમા ચોક વિસ્તારમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે રાત્રિના સમયે સિનેમા ચોકમાં એક ટ્રક અને એકિટવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ એકિટવા ચાલકનો આબાદ બચાવ થયો હતો અને વાહનને નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સિનેમા ચોક વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે બપોરે પણ આ જ જગ્યાએ એક ટ્રક અને ફોરવ્હીલર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈને ઈજા થઈ ન હતી. ત્યારબાદ રાત્રે ફરીથી ટ્રક અને એકિટવા વચ્ચે અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા