ટ્રમ્પની ડીલ ફ્લોપ? સીઝફાયર વચ્ચે અમેરિકાએ ઈરાનના ૪ આત્મઘાતી ડ્રોન હવામાં જ ઉડાવી દીધા!
ટ્રમ્પની ડીલ ફ્લોપ? સીઝફાયર વચ્ચે અમેરિકાએ ઈરાનના ૪ આત્મઘાતી ડ્રોન હવામાં જ ઉડાવી દીધા!
May 28, 2026 05:18 PM
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામ સંપૂર્ણપણે જોખમમાં આવી ગયું છે. અમેરિકાના નજીકના સહયોગી ગણાતા કુવેતે સત્તાવાર દાવો કર્યો છે કે ગુરુવારે તેના પર મિસાઈલ અને આત્મઘાતી ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને પણ આ વિસ્તારમાં વળતો પ્રહાર કર્યો હોવાની વાત સ્વીકારી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે હિંસક ટક્કર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે સીઝફાયર અને શાંતિ વાટાઘાટો આગળ વધી રહી હોવાના દાવા વચ્ચે આ સૈન્ય ગતિવિધિઓ તેજ થઈ છે અમેરિકી એક્શન અમેરિકી સેનાએ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પાસે ખતરો ઉભો કરી રહેલા ઈરાનના ૪ આત્મઘાતી ડ્રોનને તોડી પાડ્યા છે. ઈરાની કંટ્રોલ સ્ટેશન પર હુમલો અમેરિકાએ પાંચમું ડ્રોન લોન્ચ થાય તે પહેલા જ ઈરાનના બંદર અબ્બાસ સ્થિત ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. ઈરાનનો વળતો દાવો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બંદર અબ્બાસ એરપોર્ટ નજીક થયેલા હુમલાની અમેરિકી એરબેઝ પર જવાબી હુમલો કર્યાનો દાવો કર્યો છે. વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ તેલના ભાવ ભડકે બળ્યાઆ સૈન્ય સંઘર્ષના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. પરિવહન ઠપ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ થવાના કારણે વૈશ્વિક ઈંધણ સપ્લાય ખોરવાઈ છે. મોંઘવારીનો માર તેલના ભાવ વધતા અમેરિકા સહિત વિશ્વભરમાં મોંઘવારી વધી રહી છે જેને લઈને જનતામાં ભારે રોષ છે. મુખ્ય વિવાદના મુદ્દા અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો યુરેનિયમનો જથ્થો છોડી દે. બીજી તરફ, ઈરાન પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિદેશોમાં જપ્ત થયેલી તેની સંપત્તિ પાછી મેળવવા અને આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ પર અડગ છે.