અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે ૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા યેલા ૧૬૬ બિલિયન ડોલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્િિત સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ ૨૪ જુલાઈના રોજ પૂર્ણ ઈ રહી છે.હવે ટ્રમ્પ પ્રશાસન નવી કાયમી ટેરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ યુએસ ઇકોનોમીને વિદેશી સ્પર્ધાી બચાવવાનો અને સરકારી આવક જાળવી રાખવાનો છે. આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જો કોઈ દેશ અયોગ્ય કે ભેદભાવપૂર્ણ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ એક્ટ-૧૯૭૪ના સેક્શન ૩૦૧ હેઠળ કાયમી ટેરિફ લાદવામાં આવશે. આ નવી નીતિનો સીધો બોજ આયાતકારો પર પડશે, જે અંતે મોંઘવારી સ્વરૂપે સામાન્ય જનતાએ ભોગવવો પડી શકે છે. હાલ ભારત સહિત ૬૦ દેશો રડાર પર છે.હાલમાં અમેરિકા દ્વારા બે અત્યંત મહત્ત્વની તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રમ તપાસ ૬૦ દેશોમાં તી જબરન મજૂરી પર છે, જેી આ દેશોમાં મજૂરોનું શોષણ કરીને બનાવાયેલી સસ્તી ચીજોના આયાત પર રોક લગાવી શકાય. બીજી તરફ, ચીન, યુરોપીયન યુનિયન અને જાપાન જેવા ૧૬ મુખ્ય ટ્રેડ પાર્ટનર્સ સામે ઓવર પ્રોડક્શન અંગેની તપાસ ચાલી રહી છે. આરોપ છે કે આ દેશો જાણીજોઈને વધુ પડતું ઉત્પાદન કરીને બજારમાં કિંમતો ઘટાડે છે, જેનાી અમેરિકન ઉત્પાદકોને મોટું નુકસાન ાય છે. જો આ દેશો પોતાની વેપાર નીતિઓમાં સુધારો નહીં કરે, તો ટ્રમ્પ પ્રશાસન તેમના પર નવા અને આકરા ટેરિફ લાદવાની તૈયારીમાં છે..મિડટર્મ ઇલેક્શન પહેલા લેવાયેલો આ આક્રમક નિર્ણય અમેરિકન ઉદ્યોગો અને નોકરીઓને સુરક્ષિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application