BREAKING NEWS

અમેરિકા ગમે ત્યારે ઈરાન પર ઘાતક હુમલો કરશે, ટ્રમ્પની સીધી ધમકી

  • September 18, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ગમે ત્યારે ઈરાન પર મોટો હત્પમલો કરશે. અમેરિકન મીડિયા આઉટલેટ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, મારે એક મોટો નિર્ણય લેવાનો છે. શું હત્પં અંદર જઈને તેમને સંપૂર્ણપણે નષ્ટ્ર કરીશ કે નહીં? તે એક મોટો નિર્ણય છે. ટ્રમ્પે વધુમાં ઉમેયુ કે હત્પં કઈં પણ કરી શકું છું. ટ્રમ્પના આ નિવેદનના પગલે યુદ્ધની સ્થિતિ વધુ વણસે તેવી શકયતા દેખાઈ રહી છે.જો કે એક તબક્કે ટ્રમ્પે અમેરિકામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલા કે પછી ઈરાન પર હત્પમલાના આગામી તબક્કાનો નિર્ણય લેવાનો ઇનકાર કર્યેા છે ત્યારે તેમના આ નિવેદને ફરી પછી ચર્ચા જગાવી છે.
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે તેઓ સંયુકત આરબ અમીરાત જનરલ એસેમ્બલી દરમિયાન ન્યૂયોર્કમાં છ ગલ્ફ દેશો – સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, કુવૈત અને ઓમાન – સાથે મળવાના છે. આ બેઠક આવતા અઠવાડિયે મંગળવારે યોજાશે. જો કે, ટ્રમ્પે નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલા કે પછી ઈરાન પર હત્પમલાના આગામી તબક્કાનો નિર્ણય લેવાનો ઇનકાર કર્યેા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application