BREAKING NEWS

ટ્રમ્પની ભયાનક ધમકી: 'નાકાબંધી પાસે જહાજ દેખાયું તો ફૂંકી મારીશું'; ઈરાનના બંદરો સીલ, અમેરિકાની 'ઝડપી અને નિર્દય' કાર્યવાહીની ચેતવણી

  • April 13, 2026 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી સેનાએ ઈરાનના બંદરો તરફ આવતા-જતા તમામ જહાજો પર કડક નજર રાખવા માટે નાકાબંધી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, "ઈરાનની નૌસેના હવે સમુદ્રના તળિયે છે અને સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. અમે તેમના 158 જહાજોને નિશાન બનાવ્યા છે. હવે જો તેમના 'ફાસ્ટ એટેક શિપ્સ' અમારી નાકાબંધીની નજીક આવવાની હિંમત કરશે, તો અમે તેમને તોડી પાડીશું. આ કાર્યવાહી અત્યંત ઝડપી અને નિર્દય (Merciless) હશે."


પાડોશી દેશો પર ખતરો
ટ્રમ્પની આ ધમકી સામે ઈરાને પણ જડબાતોડ જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. તેહરાને ચેતવણી આપી છે કે જો ઈરાની જહાજોને અટકાવવામાં આવશે, તો તે અખાતના પાડોશી દેશોના બંદરોને નિશાન બનાવશે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સ્પષ્ટ કર્યું છે કે આ નાકાબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનનું તેલ વેચાણ અટકાવવાનો છે, જોકે અન્ય દેશોના વ્યાપારી જહાજોની અવરજવર પર પ્રતિબંધ નહીં હોય.


​​​​​​​


ઈરાની નાના જહાજોનું જોખમ કેમ?
અમેરિકા ભલે ઈરાની નૌસેનાને નબળી ગણાવતું હોય, પરંતુ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) પાસે નાના અને અત્યંત ઝડપી હુમલાખોર જહાજોનો મોટો કાફલો છે. આ નાના જહાજો હોર્મુઝ જેવા સાંકડા વિસ્તારોમાં છુપાઈને હુમલો કરવા, મિસાઈલ છોડવા અને સમુદ્રમાં સુરંગો (Mines) બિછાવવા માટે કુશળ છે. હોર્મુઝની સામુદ્રધુની માત્ર 20 માઈલ પહોળી છે, જે આ નાના જહાજોને લડાઈમાં મોટી સરસાઈ અપાવે છે.


બ્રિટન અને ફ્રાન્સે હાથ ખેંચ્યા

આશ્ચર્યજનક રીતે નાટો (NATO) ના મહત્વના સભ્યો એવા બ્રિટન અને ફ્રાન્સે અમેરિકાની આ નાકાબંધીમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. આ દેશો માને છે કે સૈન્ય નાકાબંધીથી સંઘર્ષ વધુ વકરશે. તેમનું ધ્યાન યુદ્ધ વધારવાને બદલે હોર્મુઝના રસ્તાને ફરીથી સુરક્ષિત રીતે ખોલવા પર છે, કારણ કે વિશ્વનો 20% તેલ પુરવઠો આ માર્ગ પર ટકેલો છે.



વૈશ્વિક વેપાર ઠપ્પ

આ જંગની અસર એ થઈ છે કે હોર્મુઝમાંથી જહાજોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી પહેલા જ્યાં દરરોજ 125 જહાજો પસાર થતા હતા, ત્યાં હવે માત્ર ગણતરીના જહાજો જ જોવા મળે છે. જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે, તો વિશ્વભરમાં ઉર્જા સંકટ વધુ ઘેરું બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application