ટ્રમ્પે કેનેડાના તળાવ ઓન્ટારિયોનું નામ બદલી નાખવાની ધમકી આપી
ટ્રમ્પે કેનેડાના તળાવ ઓન્ટારિયોનું નામ બદલી નાખવાની ધમકી આપી
August 26, 2026 02:36 PM
અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો વેપાર અને સરહદી વિવાદ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ તળાવનું નામ બદલવાની વાત કરી છે, જેને લઈને આંતરરાષ્ટ્ર્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ લેક ઓન્ટારિયોનું નામ બદલીને લેક અમેરિકા રાખવા અંગે વિચાર કરી રહ્યા છે. લેક ઓન્ટારિયો અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલું છે. જોકે, આ નામ બદલવા અંગે હાલમાં કોઈ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે બંને દેશો વચ્ચે વેપારને લઈને ભારે તણાવ ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા પર ૫૦ ટકા સુધીના ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પે અગાઉ એક એકિઝકયુટિવ ઓર્ડર દ્રારા ગલ્ફ ઓફ મેકિસકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કયુ હતું.લેક ઓન્ટારિયો કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત ઓન્ટારિયો સાથે જોડાયેલું છે. ઓન્ટારિયો કેનેડાનું સૌથી મોટું ઓટો ઇન્ડસ્ટ્રી હબ પણ છે. અહીં ઓટોમોબાઇલ ક્ષેત્રની મોટી કંપનીઓ અને ઉત્પાદન એકમો આવેલા છે.અમેરિકા અને કેનેડા વચ્ચેનો તણાવ ગયા અઠવાડિયે વધુ વધ્યો હતો, યારે બંને દેશો વચ્ચેની વેપાર મંત્રણા નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ ટ્રમ્પ પ્રશાસને લગભગ ૨૦ અબજ ડોલરના કેનેડિયન માલ પર ૫૦ ટકા ટેરિફ લાગુ કર્યેા હતો. કેનેડા પણ તેના જવાબમાં ૨૫ ઓગસ્ટે વળતા પગલાં જાહેર કરવાની તૈયારીમાં હતું.ટ્રમ્પે ૪ ઓગસ્ટે કેનેડાના નેતાઓને ચેતવણી આપી હતી કે જો તેઓ અમેરિકાની માંગણીઓ સ્વીકારશે નહીં તો હાલના ટેરિફ કરતાં પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કેનેડિયન વાહનો, ઓટો પાટર્સ અને સ્ટીલ પર પણ નવા ૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે.બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાના વલણ પર આકરો પ્રહાર કર્યેા છે.