BREAKING NEWS

હવે એચ - ૧બી વિઝા બાબતે ભારતીય કંપનીઓ સામે તપાસ કરાવશે ટ્રમ્પ

  • September 19, 2026 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ–૧બી નોન–ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ પર દેખરેખ કડક બનાવવાના એકિઝકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે કેટલાક નોકરીદાતાઓ, તૃતીય–પક્ષ પ્લેસમેન્ટ જૂથો અને આઉટસોસિગ કંપનીઓ સિસ્ટમનો દુપયોગ કરી રહી છે, આ કંપનીઓ સામે તપાસ કરવામાં આવશે. કુશળ અમેરિકન કામદારોને ઓછા પગારવાળા વિદેશી કામદારોથી બદલી રહી છે. તેથી,એચ–૧બી વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલર ફીનો કડક અમલ અને કાર્યક્રમની દેખરેખમાં વધારો જરી છે. આનાથી ભારતીય વ્યાવસાયિકોમાં ચિંતા વધી શકે છે, કારણ કે ભારતીયો યુએસ એચ–૧બી વિઝાના સૌથી મોટા લાભાર્થી રહ્યા છે.શુક્રવારે વ્હાઇટ હાઉસ દ્રારા જારી કરાયેલા આ આદેશનું શીર્ષક એચ–૧બી નોન–ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામના વહીવટમાં એજન્સીઓમાં કાર્યક્રમની અખંડિતતા અને સંકલનમાં સુધારો રાખવામાં આવ્યું છે. તેના કારણો વેતન અસમાનતા અને અમેરિકન નોકરીઓનું નુકસાન છે.આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટેકનોલોજી ક્ષેત્રના નોકરીદાતાઓએ ૨૦૨૨ અને ૨૦૨૬ વચ્ચે ૮૦૦,૦૦૦ થી ૧.૩ મિલિયન અમેરિકન કામદારોને છૂટા કર્યા હતા, યારે લાખો કર્મચારીઓ માટે એચ–૧બી વિઝા માંગ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application