BREAKING NEWS

ટ્રમ્પની જીભની ગંદકી બહાર આવી ભારત-ચીન જેવા દેશોને ‘નર્ક’ કહ્યા

  • April 23, 2026 08:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે અમેરિકાની ર્બરાઈટ સિટિઝનશિપ (જન્મના આધારે નાગરિકતા) ની નીતિની આકરી ટીકા કરતા ભારત અને ચીન માટે ’હેલહોલ’ જેવા શબ્દો વાપર્યા છે. ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે કે, અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ નરકમાંી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે. ટ્રમ્પનો દાવો છે કે આ નીતિનો દુરુપયોગ કરીને વિદેશીઓ અમેરિકામાં પોતાના આખા પરિવારને વસાવી રહ્યા છે.
ટ્રમ્પે માત્ર નાગરિકતા જ નહીં, પરંતુ રોજગારીના મુદ્દે પણ ભારત અને ચીન પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો કે, કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ છે, જેના કારણે અન્ય લોકો માટે તકો મર્યાદિત બની રહી છે. જોકે, તેમણે આ દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા ની ટ્રમ્પનું માનવું છે કે, જન્મના આધારે નાગરિકતા આપવાનો મુદ્દો અદાલતો કે વકીલોએ નક્કી ન કરવો જોઈએ, પરંતુ તેના પર રાષ્ટ્રીય સ્તરે મતદાન (મેમોરેન્ડમ) વું જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પોલનો હવાલો આપીને દાવો કર્યો હતો કે બહુમતી લોકો આ નીતિને મર્યાદિત કરવાના પક્ષમાં છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઇમિગ્રન્ટ્સ અમેરિકાની આરોગ્ય સેવાઓ અને અન્ય સરકારી સુવિધાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. ટેક્સપેયર્સના પૈસાી બિનદસ્તાવેજી લોકોને સારવાર આપવામાં આવે છે તેવો દાવો કરીને ટ્રમ્પે કલ્યાણકારી યોજનાઓમાં છેતરપિંડી તી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (એસીએલયુ) પર પ્રહાર કરતા ટ્રમ્પે તેને ગુનેગાર સંસ ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સંસ અમેરિકન નાગરિકોના ભોગે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફાયદો પહોંચાડતી નીતિઓનું સર્મન કરે છે. તેમણે એસીએલયુ વિરુદ્ધ આરઆઈસીઓ (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિરોધી કાયદો) હેઠળ કાર્યવાહી કરવાની પણ સલાહ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application