BREAKING NEWS

ટ્રમ્પની એચ–૪ વર્ક પરમિટ સમા કરવાની યોજના, જીવનસાથીને કામની મંજૂરી નહીં

  • September 01, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ–૧બી વિઝા ધારકોને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારી કરી રહ્યા છે. આનાથી એચ–૧બી ધારકોના જીવનસાથીઓને તેમની કાર્ય અધિકૃતતા છીનવી શકાય છે. ટ્રમ્પ વહીવટીતત્રં એક નવો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે જે યુએસમાં હજારો એચ–૪ વિઝા ધારકોની વર્ક પરમિટ રદ કરી શકે છે. જો આ પ્રસ્તાવ અમલમાં મૂકવામાં આવે તો, આ પ્રસ્તાવ એક દાયકાથી વધુ સમયથી અમલમાં રહેલી નીતિમાં ફેરફાર કરશે તેમાં બેમત નથી. જેના પગલે સૌથી વધુ પ્રભાવ ભારતીયો પર પડશે.

ટ્રમ્પ વહીવટીતંત્રનો નવો પ્રસ્તાવ એચ –૪ વિઝા ધારકોને દસ વર્ષથી વધુ સમય માટે કામ કરવાની મંજૂરી આપતો નિયમમાં બદલાવ અંગે છે. આની સૌથી વધુ અસર ભારતીય વ્યાવસાયિકો પર પડશે, કારણ કે ભારતીયો એચ–૪ પરમિટ ધારકોનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ૨૦૧૪ થી ૨૦૧૭ વચ્ચે એચ ૪ રોજગાર અધિકૃતતા દસ્તાવેજ અરજીઓના ડેટા દર્શાવે છે કે મંજૂર કરાયેલા લોકોમાંથી ૯૩ ટકા ભારતીય નાગરિકો હતા અને ૯૪ ટકા મહિલાઓ હતી.
માહિતી અને નિયમનકારી બાબતોના કાર્યાલય હેઠળ સૂચિબદ્ધ આ યોજનાનું શીર્ષક છે, રોજગાર મંજૂરી માટે લાયક બિન–નાગરિકોની શ્રેણીમાંથી એચ –૪ આશ્રિત જીવનસાથીઓને દૂર કરવા.આ દરખાસ્તને ગૃહ સુરક્ષા વિભાગના લાંબા ગાળાના નિયમનકારી કાર્યસૂચિમાં સામેલ કરવામાં     (અનુ. નવમા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application