જામનગર જિલ્લાના કાલાવડ ખાતે હિન્દ રક્ષક સંઘ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પટાંગણમાં તુલસી પૂજન સાથે તુલસી રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
તુલસી પૂજા દિવસ દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ક્રિસમસ હોવાથી ઘણા સનાતનીઓ ધર્મ પ્રત્યે જાગૃત ન હોવાના પગલે તુલસી માતાની પૂજા ન કરી પોતાના ઘરે ’ક્રિસ્ટમસ ટ્રી’ લગાવી ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે સૌ સનાતનીઓએ આ દિવસે તુલસી પૂજન કરી તુલસી પૂજા દિવસની ઉજવણી કરવી જોઈએ એમ હિન્દ રક્ષક સંઘના સંસ્થાપક - અધ્યક્ષા ડો. સીમાબેન પટેલે સનાતનીઓને અનુરોધ કર્યો હતો.
દેશના અનેક સંતો, મહંતોએ પણ ક્રિસમસ ડે એટલે કે ૨૫ ડિસેમ્બરને તુલસી પૂજા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણા સનાતની યુવા પેઢી પશ્ચિમી રિવાજો તરફ ન વળતા હિન્દુ સંસ્કૃતિ તરફ વળે સાથે આપણા ધર્મને અનુસરે એ હેતુ-લક્ષ્યથી હિન્દ રક્ષક સંઘ દ્વારા કાલાવડ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ’તુલસી પૂજન’ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.
મંદિરનાં પૂજારી પ.પૂ. જીકા બાપુનાં હસ્તે સર્વ પ્રથમ વિધિવત રીતે તુલસી પૂજન તેમજ શાલીગ્રામની પૂજા અર્ચના કર્યા બાદ બહેનો દ્વારા ભજન કિર્તન કરી તુલસી રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાલાવડના સનાતનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application